આમોદમાં પોષણ અભિયાન મંત્રીએ પ્રારંભ કરાવ્યો

ભરૂચ: આમોદ ખાતે ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમનો રાજ્ય મંત્રી ઈશ્વરભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, પ્રાંતઅધિકારી,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા બાળવિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેશ શાહ, મહામંત્રી મફત રબારી, ભીખાભાઇ લીંબચીયા આંગણવાડી કાર્યકરો તેમજ ધાત્રી માતાઓ બાળકો સાથે મોટી ઉપસ્થિત રહ્યા હતા.
આમોદમાં યોજાયેલા પોષણ અભિયાન કાર્યક્રમમાં સંચાલનનો પણ અભાવ જોવા મળ્યો હતો. જેમાં કેટલાય પાલક દાતાઓનું નામ બોલવામાં રહી જતા પાલક દાતાઓમાં નારાજગી જોવા મળી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી માટે તૈયાર કરવામાં આવેલું સ્વાગત ગીત પણ રજૂ કરી શકાયું નહોતું. જેથી કાર્યક્રમ સંચાલનમાં આંતરિક સંચાલનમાં ખામી જોવા મળી હતી.
ગુજરાય પોષણ અભિયાન અંતર્ગત આમોદ શહેરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત અને ભારતના તમામ બાળકો કુપોષિત ના રહે તે જોવાની આપણી જવાબદારી છે.સાથે સાથે તેમણે પોષણ ત્રિવેદી આંગણવાડી કાર્યકર તેડાગર તથા નર્સિંગની બહેનને અભિનંદન આપ્યા હતા કે જે તમારા બાળકોને સાચવે છે અને તેમને પૂરતું પોષણ મળી રહે તે માટે વાલીઓને માર્ગદર્શન આપતા રહે છે.
આ ઉપરાંત તમારું બાળક અતિ કુપોષિત હશે તો તેમને કુપોષિત બાદ પોષિત કરી બાળકને સ્વસ્થ્ય બનાવશે.તેમને પણ સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે.આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજના વડીલ તરીકે જવાબદારી લઈ બાળકની કાળજી લેવી એ સરાહનીય કાર્ય છે તે બદલ તેમણે પાલક દાતાઓનું પણ સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.આમોદમાં યોજાયેલા પોષણ અભિયાન કાર્યક્રમમાં મહેશભાઈ જગમોહન શાહ,પરેશ મહેતા, બીજલ ભરવાડ,ભીખાભાઈ લીંબચીયા,જયેશ ગજ્જર,કમલેશભાઈ સોલંકી,અક્ષર પટેલ મફતભાઈ રબારી તેમજ પાલક દાતાઓને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોને પૌષ્ટિક આહાર આપવા પણ જણાવ્યું હતું.આ ઉપરાંત આમંત્રિત મહેમાનો તથા ધાત્રી માતાઓ તેમજ આંગણવાડી કાર્યકરોને બાળકો કુપોષિત ના રહે તે માટે શપથ લેવડાવ્યા હતા.