Western Times News

Gujarati News

નિવૃત્ત થતા આર્મી જવાનનું માદરે વતન મોટી ઇસરોલ ગામે વાજતેગાજતે ભવ્ય સ્વાગત 

મોડાસા: આર્મી જવાન તરીકે  દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા અરવલ્લી જિલ્લાના  મોડાસા તાલુકાના મોટી ઇસરોલના   દિલીપકુમાર રમેશભાઈ. પટેલ નિવૃત્તિ પછી આજરોજ પોતાના માદરે વતન મોટી ઇસરોલ ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોડાસાથી વાજતેગાજતે નીકળીને મોટી ઇસરોલ ગામે તેમની શોભાયાત્રા કાઢીને તે પછી જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલના પ્રમુખપદે યોજાયેલ સ્વાગત સમારોહમાં નિવૃત્ત આર્મી જવાન દિલીપકુમાર  રમેશભાઈ પટેલ ઉપરાંત ગામમાં અન્ય બે નિવૃત્ત થયેલા જવાનો પ્રવિણભાઇ પટેલ અને નરસિંહભાઈ  પટેલનું ગ્રામજનોઅને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.ગામના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.તેમની દેશ સેવાઓને બિરદાવી હતી.  અને શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું.ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

નિવૃત્ત આર્મી જવાન દિલીપકુમાર પટેલે સ્વાગત -સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને સેવામાં જોડાવા આહવાન કરું છુ.આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો,સૌ ગામજનોનો આભારી છું. કાર્યક્રમનું સંચાલન રોહિત પટેલે કર્યું હતું.અંતમાં મહેન્દ્રભાઈ એસ.પટેલે આભાર વિધિ કરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.