Western Times News

Gujarati News

ગાંધીનગર પતંગોત્સવના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-૨૦૨૬નો પ્રારંભ

ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

સેન્ટ્રલ વિસ્ટા ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્ર પટેલે પતંગ ઉડાડી  નગરજનોને લાડુ અને ચિક્કીનું વિતરણ કરી મકરસંક્રાંતિના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી

 ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં  સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી  થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ  કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે,  પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છેતેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખશાંતિ અને સમૃદ્ધિ ની પણ  નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને.

મુખ્યમંત્રીશ્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરાવી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલધારા સભ્ય  શ્રીમતી રીટા બહેન પટેલ,ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોરસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી આશિષ દવે,  જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેવિદેશી પતંગબાજો સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.  


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.