Western Times News

Gujarati News

એકનાથ શિંદેના શિવસેનાએ ૨૯ કોર્પોરેટરોને બાંદ્રાના તાજ લેન્ડ્‌સ એન્ડ હોટલમાં શિફ્ટ કેમ કર્યા?

મુંબઈમાં મેયર કોણ બનશે તે અંગે શિંદે ગુટની માંગણી ગરમાઈ છે

મુંબઈના મેયર મુદ્દે મહાયુતિ ગઠબંધનમાં બેઠકોનો દોર-એકનાથ શિંદેના શિવસેનાએ ૨૯ કોર્પોરેટરોને બાંદ્રાના તાજ લેન્ડ્‌સ એન્ડ હોટલમાં શિફ્ટ કર્યા છે. 

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધને મોટી જીત મેળવી છે. બીએમસીમાં ભગવો લહેરાયો છે. એકનાથ શિંદે અને ભાજપની સેનાએ મળીને શિવસેનાને હરાવી છે.

ત્યારે પહેલીવાર બીએમસીમાં ભાજપના મેયર બનવા જઈ રહ્યા છે, જે ભગવા દળ માટે સૌથી મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. ગત ત્રણ દાયકામાં બીએમસીની કમાન ઠાકરે પરિવાર પાસે રહી હતી. હવે મુંબઈના રાજકારણમાં મોટો ફેરબદલ થયો છે. પરંતું આ વચ્ચે મુંબઈના મેયર કોણ બનશે તેના પર પેચ અટક્યો છે.

બીએમસીમાં ભાજપની ભવ્ય જીત બાદ પણ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળ્યું છે. એકનાથ શિંદેના શિવસેનાએ ૨૯ કોર્પોરેટરોને બાંદ્રાના તાજ લેન્ડ્‌સ એન્ડ હોટલમાં શિફ્ટ કર્યા છે. હોર્સ ટ્રેડિંગ અટકાવવા અને મેયર પદ માટે મજબૂતી મેળવવાની રણનીતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ, મુંબઈમાં મેયર પદ પર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બીજેપીએ ૮૯ સીટો જીતી, શિંદે શિવસેનાએ ૨૯ મળીને કુલ ૧૧૮ સીટો સાથે મહાયુતિને બહુમત (૧૧૪) મળ્યું, પરંતુ મેયર કોણ બનશે તે અંગે શિંદે ગુટની માંગણી ગરમાઈ છે.

શિવસેનાએ ૬૫ સીટો જીતી છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિંદેના વિશ્વાસઘાતને કારણે બીજેપીને મેયર મળ્યો. મરાઠી માનૂસ શિંદેને યાદ રાખશે. તો બીજી તરફ, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતા કહ્યું કે મુંબઈમાં શિવસેનાનો મેયર બનવો જોઈએ. કારણ કે તે બાળાસાહેબ ઠાકરેની વારસો છે – બીજેપી સાથે ચર્ચા ચાલુ છે. બીજેપી-શિંદેના ગઠબંધને મળીને મુંબઈમાં ઠાકરે ૨૫ વર્ષના દબદબાને તોડ્યું છે.

પહેલીવાર મુંબઈમાં ભાજપનો મેયર બનવા જઈ રહ્યો છ. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભગવાન ઈચ્છે તો યુબીટીનો મેયર બની શકે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, એકાનાથ શિંદે જયચંદ છે, જેના કારણે બીજેપીને મુંબઈમાં મેયર મળ્યો -મરાઠી માનૂસ આને ભૂલશે નહીં. બીએમસીમાં નવા મેયરની ચૂંટણી જલ્દી થશે-બીજેપી અને શિંદે ગુટ વચ્ચે ચર્ચા ચાલુ, શિંદેના કોર્પોરેટરો હોટલમાં રહીને મજબૂત સ્થિતિ બનાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.