યુ.પી. ના મુખ્યમંત્રી યોગી અને ઉપ મુખ્યમંત્રી આમને સામને કેમ ?!
ભારતના વડાપ્રધાન જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજીના આર્શિવાદ લેતા હોય ! ત્રણે શંકરાચાર્યાેનું સમર્થન હોય અને પટ્ટા અભિષેક પતી ગયો હોય ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકાર શંકરાચાર્ય હોવાનો પુરાવો કેમ માંગે છે ?
શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજીના સમર્થનમાં સરકારની આકારી ટીકા કરતા અન્ય ત્રણ પીઠના શંકરાચાર્યાે ?! ગુજરાતના સનાતની વકીલોએ હવે વિચારવા જેવું ?!
બ્રિટીસ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છે કે, “કશું બનાવતા વર્ષાે લાગે પણ તોડતા ક્ષણ માત્ર લાગે”! ભારતના શંકરાચાર્ય ! અદ્દભૂત મેઘાવી, વિચક્ષણ, અર્થદ્રષ્ટા, બ્રહ્મસૂત્રના જાણકાર અને આધ્યાÂત્મક વિદ્વાન સંત હતાં અને તેમણે ભારતમાં ચાર દિશાએ ચાર પીઠનું સર્જન કર્યુ હતું !
તેમણે સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો માનવ જગત સુધી પહોંચાડવાનું અને પ્રસરાવવાનું કામ કર્યુ હતું ! સનાતન ધર્મમાં ધર્મશાસ્ત્ર પ્રમાણે દર્શન વિજ્ઞાન પ્રમાણે આચરણ ન થયાનું લાગતા ચારે પીઠના શંકરાચાર્યાે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગયા નહોતા ?! ત્યારથી સ્પષ્ટ બોલનારા જયોર્તિમઠના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિ મુકતેશ્વરાનંદજી, ઉત્તરપ્રદેશની યોગી સરકારના ટાર્ગેટમાં આવી ગયા હતાં કે શું ?!
વળી સ્વામી અવિ મુકતેશ્વરાનંદજીએ ગૌવધ પર પ્રતિબંધ ફરમાવવા કર્મશીલ બનતા તેનો પડઘો લોકસભાની ચૂંટણીમાં પડયો હતો ?! જેમાં ડાબી બાજુની તસ્વીર પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી છે ! બીજી તસ્વીર દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની છે ! ત્રીજી તસ્વીર કર્ણાટકના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી ભારતીતીર્થજી ની છે. !
ત્રણે જગતગુરૂ શંકરાચાર્યાેએ શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજી સાથે કરાયેલા દુરવ્યવહાર અને બાળ સંતોની ચોટી પકડીને ફટકાર્યા તેને સખત શબ્દોમાં ઝાટકણી કાઢીને પ્રત્યાઘાત આપ્યા છે ! અને જગતગુરૂ શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજીને શંકરાચાર્ય સ્વીકારીને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્શિવાદ લીધા હોય અને અન્ય ત્રણ પીઠના શંકરાચાર્યાે પણ તેનું સમર્થન કર્યુ હોય અને જગતગુરૂ શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજી ના જણાવ્યા અનુસાર શંકરાચાર્યાેની નિયુક્તિની પરંપરા અનુસાર સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો તે પૂર્વ પટ્ટાભિષેક પતી ગયો હતો ????!
તેવા સમયે જગતગુરૂ શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજીને સ્નાન કરવા જતાં અટકાવવા તેમના અનુયાયીઓ સાથે પોલીસે દુરવ્યવહાર કરવો અને તંત્ર તરફથી નોટિસ આપવી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીએ ધર્મની આડમાં “કાલનેમી” કહેતા સંઘર્ષ પારાકાષ્ટાએ પહોંચતા ઉત્તરપ્રદેશના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવપ્રસાદ મૌર્ય એ ડેમેજ કંટ્રોલ કરતા સુર બદલાયો છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
રશિયન પ્રગતિશીલ વિચારક વાલ્દીમીર લીચ લેનિન કહે છે કે, “રાજકારણમાં નૈતિકતા જેવું કાંઈ હોતું નથી, એમાં બદમાશ માણસ પણ તેની બદમાશીને લીધે કામનો હોય છે”!! ભારતના મહાન વૈજ્ઞાનિક નોબલ વિજેતા સી.વી. રામન કહે છે કે, “તમારા જીવનમાં કોણ પ્રવેશી શકે છે એ દર વખતે તમે નકકી ન કરી શકો, પરંતુ તેમની પાસેથી શું શિખવું એ જરૂર નકકી કરી શકો”!! માનવ જાત અનેક “સાંપ્રાદાયિક ધર્માે માં વહેંચાયેલ છે”!
દરેકને પોતાનો સાંપ્રદાયિક “ધર્મ” સાચો લાગે છે ?! પરંતુ શ્રી પરમેશ્વરે સર્જેલી આ દુનિયા અનેક જીવઆત્માઓ છે ! તેને જીવવા માટે કુદરતે કેટલાક સિધ્ધાંતો પ્રયોજયા છે ! જેમ કે શ્રીમદ્દ ભાગવદ્દ ગીતા દ્વારા શ્રી ક્રિશ્ને કહ્યું છે કે, “કર્તવ્ય એ જ ધર્મ છે”! સાર્વભૌમત્વ ભારતનું બંધારણ કહે છે કે, “પ્રત્યેક વ્યક્તિને તેના અંતરઆત્માના અવાજ મુજબ જીવવાનો અધિકાર છે”!
માનવી પોતાના “આત્મા અને હૃદયનો માલિક છે તેમાં અન્ય કોઈ વ્યક્તિને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી”! અને પ્રતિભાશાળી ચિંતક, સંવેદનશીલ, માનવતાવાદી અને બીજા નંબરના ભગવાન બનવામાં કર્મશીલ એવા ન્યાયાધીશો કહે છે કે, “સાતત્યપૂર્ણ સત્યનું અવલોકન એ “ન્યાયધર્મ” છે ! પરંતુ આની સમજ આ ધરતી પર શ્વાસ લઈ રહેવા કેટલા માનવીઓમાં છે ?!” ભારતમાં શંકરાચાર્યનું પદ શાસકો પર શાસન કરનારૂં અને રાજધર્મ શિખવનારૂં અને સનાતનના મૂલ્યોને ઉજાગર કરવાનું છે ! ત્યારે તેમની સામે વિવાદ શેનો ?!
ભારતની એ મહાન પરંપરામાં કહેવાયું છે કે, ‘ગુરૂ એ બ્રહ્મા છે ! ગુરૂ એ વિષ્ણુ છે ! અને ગુરૂ એ મહેશ્વર છે ! એટલે કે ઈશ્વરકક્ષાએ છે ! અને માટે ‘સનાતન ધર્મ’ માં માનનારાઓ માટે ચારેય પીઠના શંકરાચાર્યાેને પોતાના ગુરૂ માને છે ! રાજનેતાઓ પણ નમન કરે છે ! અને શાસ્ત્રોકત ધર્મ અનુસાર આચરણ કરવાનો રાજધર્મ આદેશ આપે છે’!!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, “જે વ્યક્તિ કોઈપણ “સત્ય” થી ડરતો નથી તેને કોઈપણ “અસત્ય”થી ડરવાની પણ જરૂર નથી”!! ભારતમાં સાચા અને ખરા ચાર પીઠના શંકરાચાર્ય મનાય છે ! જેમાં પુરીના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી છે ! જયોર્તિમઠ જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી છે ! દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી છે !
શારદાપીઠ કર્ણાટકના શંકરાચાર્ય જગતગુરૂ સ્વામી ભારતીતીર્થજી છે ! જે સનાતન હિન્દુ ધર્મની ધરોહર ગણાય છે ! જયારે આધ્યાÂત્મક ધર્મમાં સત્તા માટે રાજકારણ ઘુસાડવામાં આવ્યું છે ! અને વિદ્વાન શંકરાચાર્યાે દર્શન વિજ્ઞાનનું પાલન કરવા કહે છે તે “સત્તાના સોદાગર રાજનેતાઓને” શંકરાચાર્યાેનો અભિપ્રાય અવસરવાદી બની ગયો છે ?!
જયોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદજી એ સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ, કોંગ્રેસના શ્રી રાહુલ ગાંધી અને રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરૂધ્ધ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી ચૂકયા છે ! “રાજધર્મ” ને ધર્મસંગત, માનવતાવાદી બનાવવાનું કાર્ય જગતગુરૂ શંકરાચાર્યાેનું છે ! ખુદ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી અવિ મુકતેશ્વરાનંદજીના આર્શિવાદ લીધા છે
ત્યારે જગતગુરૂ શંકરાચાર્ય અવિ મુકતેશ્વરાનંદજીના “શંકરાચાર્ય પદ” ઉપર જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગીએ સવાલ ઉઠાવી “પરોક્ષ રીતે નામ લીધા વગર કાલનેમી સાથે કથિત તુલના કરતા” કહી હતી ! અભૂતપૂર્વ વિવાદ છંછેડાયો છે જેને ઉત્તરપ્રરદેશના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય એ અવિ મુકતેશ્વરાનંદજીને શંકરાચાર્ય તરીકે સ્વીકારીને તેમના ચરણોમાં નમસ્કાર છે એવું કહ્યું છે ?!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
