જૂનાગઢના મેંદરડામાં ૮૦,૦૦૦ રુપિયાની લાંચ લેતા ટીડીઓ ઝડપાયો
મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ એસીબીએ છટકું ગોઠવ્યું
વડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા ૨ લાખની લાંચ લેતો ઝડપ્યા
જૂનાગઢ,ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે.
મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોના કામો અંગે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાએ રૂપિયા (લાંચ)ની માંગણી કરી હતી. તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા આ કામ માટે રૂપિયા ૧,૬૫,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જેમાંથી અડધા રૂપિયા પહેલા આપવા માટે કહેવામાં આવ્યું છે.
જોકે, ફરિયાદી લાંચ આપવા ના માંગતા હોવાના કારણે તેણે એસીબીને જાણ કરી હતી.એસીબીને લાંચની ફરિયાદ મળતાની સાથે જ તાલુકા વિકાસ અધિકારી પર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરીએ આ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા ફરિયાદી પાસેથી રૂપિયા ૮૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયાં હતાં. હવે એસીબીએ ટીડીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.ss1
