Western Times News

Gujarati News

GCRI બની દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર , 26,810થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું

વિશ્વ કેન્સર દિવસ:  9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર

વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપીઓ GCRIમાં સંપન્ન થઈ

ફક્ત 6 મહિનાઓમાં GCRIમાં 50 રોબોટિક સર્જરીઓગત 3 વર્ષોમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીજરો થઈ

Ø  2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા

Ø  ઓક્ટોબર 2021થી શરૂ થયેલ નોકોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના મામલાઓની પ્રારંભિક તબક્કામાં જ ઓળખ થઈ

  અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)એ ફરી એકવાર સાબિત કર્યું છે કેતે ફક્ત ગુજરાત જ નહીંપરંતુ સમગ્ર દેશ માટે કેન્સરની સારવારસંશોધનઅટકાયત અને પ્રારંભિક ઓળખ માટેનું મુખ્ય રાષ્ટ્રીય કેન્દ્ર બની ચૂકી છે.

ઉલ્લેખનીય છે કેગુજરાતના આરોગ્ય માળખાને સુદૃઢ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ GCRIના મજબૂતીકરણ અને વિસ્તરણનો પાયો નાખ્યો હતો. તે જ દિશામાં આગળ વધતાંઆજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં GCRI રાષ્ટ્રીય સ્તરે કેન્સરની સારવાર માટે એક વિશ્વસનીય કેન્દ્ર તરીકે ઉભરી આવી છે.

વિશ્વ કેન્સર દિવસ 2026ના સંદર્ભમાં જાહેર થયેલા આંકડાઓ મુજબવર્ષ 2025માં GCRIમાં 26,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયુંજેમાંથી 9147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મધ્યપ્રદેશ (4,572), રાજસ્થાન (2678), ઉત્તરપ્રદેશ (1094), મહારાષ્ટ્ર (279) અને બિહાર (288)ના હતા. આ આંકડાઓ દર્શાવે છે કે, GCRI હવે એક સશક્ત નેશનલ રેફરલ સેન્ટર તરીકે સ્થાપિત થઈ ચૂકી છેજ્યાં દેશના લગભગ તમામ રાજ્યોમાંથી કેન્સરના દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે.

રોબોટિક સર્જરી અને HIPEC મારફતે GCRIનું સર્જિકલ ઓન્કોલોજીમાં ક્રાંતિકારી પગલું

 અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા કેન્સરની સારવાર ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)એ નવો માપદંડ સ્થાપિત કરી દીધો છે. અહીંયા હવે 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઝ અને HIPEC (હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી) જેવી અત્યાધુનિક સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઇ ગઇ છે.

ફક્ત 6 મહિનામાં જ GCRIમાં રેકોર્ડ 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છેતેમજ ગત 3 વર્ષોમાં કેન્સર સંબંધિત 40 HIPEC પ્રોસીજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, HIPEC એક એવી જટિલ પ્રક્રિયા છેજે પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે ઉપયોગી છેઅને હવે આ ટેક્નોલોજી દર્દીઓ માટે GCRIમાં ઉપલબ્ધ છે.

આ જ રીતે PET-CT સ્કેન (Positron Emission Tomography – Computed Tomography) પણ કેન્સરની તપાસ અને સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સૌથી અદ્યતન અને સચોટ તકનીકોમાંની એક છે. સરળ ભાષામાં કહીએ તોઆ બે અલગ-અલગ પ્રકારની તપાસ (PET અને CT) નું એક હાઇબ્રિડ સંયોજન છેજે શરીરની અંદરની બાબતો વિશે ખૂબ જ વિગતવાર માહિતી આપે છે. GCRIમાં PET-CT તપાસની સંખ્યા પણ વર્ષ 2021માં 1813થી વધીને વર્ષ 2025માં 6333 થઈ ગઇ છે.

*વર્ષ 2025માં GCRIમાં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપીઓ સંપન્ન*

કેન્સરની સારવામાં GCRIની વધતી જતી વિશ્વસનીયતાને કારણે વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ નોંધવામાં આવી. આ જ સમયગાળામાં 50 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત 17,800થી વધુ સર્જરીઓ કરવામાં આવી છે. ઉપરાંતઆ જ વર્ષે કેન્સરની સારવાર માટે 50,130થી વધુ કીમોથેરાપીઓ, 5852 રેડિયેશન ટ્રીટમેન્ટ્સ અને 24.6 લાખથી વધુ લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી છે.

વધુમાંકેન્સરની અટકાયત અને પ્રારંભિક ઓળખને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને GCRIએ 2025માં સમગ્ર ગુજરાતમાં 110 સામુદાયિક સ્ક્રીનિંગ કેમ્પ્સ આયોજિત કર્યાજેમાં 12,000થી વધુ લોકો સામેલ થયા. ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છેજેમાંથી 118 કેન્સરના મામલાઓની ઓળખ પ્રારંભિક તબક્કામાં કરવામાં આવી છે.

આ જ રીતે, HIV સંક્રમિત મહિલાઓ (PLHA) માટે આયોજિત કરવામાં આવેલા HPV DNA સ્ક્રીનિંગ કાર્યક્રમમાં પણ 1400થી વધુ મહિલાઓની તપાસ કરવામાં આવીજેમાંથી 21 ટકા મહિલાઓ HPV પોઝિટિવ હતી અને આગળની તપાસમાં 57 સર્વિક્સ કાર્સિનોમા ઇન-સિટુ (CIN)ના મામલાઓ સામે આવ્યાજેના કારણે સમયસર સારવાર શક્ય બની.

*વિશ્વ કેન્સર દિવસ પર GCRI કરશે 500 કેન્સર સર્વાઇવરોનું સન્માન*

વિશ્વ કેન્સર દિવસ 2026 નિમિત્તે 4 ફેબ્રુઆરીના રોજ GCRIમાં 10 વર્ષથી વધુ સમયથી કેન્સર-મુક્ત રહેનારા 500 સર્વાઇવરો માટે વિશેષ સન્માન સમારોહ આયોજિત કરવામાં આવશેજે સમાજને એક મજબૂત સંદેશ આપશે કે સમયસર અને યોગ્ય સારવાર થકી કેન્સર જેવા રોગ પર વિજય મેળવવો સંભવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.