Western Times News

Gujarati News

રશિયાએ યુક્રેન પર ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને ૭૦ મિસાઇલ છોડી

યુક્રેનની પાવર ગ્રીડને નિશાન બનાવી કરાયેલો હુમલો

કીવમાં માઇનસ ૨૦ ડિગ્રી તાપમાનની વચ્ચે વીજળી ન હોવાથી હિટિંગ સિસ્ટમ બંધ રહેતા લોકોને ભારે હાલાકી

કીવ,રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર કરેલા એક મોટા હુમલામાં લગભગ ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને અલગ અલગ પ્રકારની ૭૦ મિસાઇલ છોડી હતી તેમ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે સર્મથન દેખાડવા કીવ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે આ હુમલો ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએઇના અબુ ધાબીમાં અમેરિકા નેતૃત્ત્વવાળી મંત્રણામાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિઓ હાજરી આપવા જવાનાં હતા તેના એક દિવસ પહેલા કરવામાં આવ્યો હતો.ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર યુક્રેનનાં ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં ૩૨ બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. આ મિસાઇલોએ પાવર ગ્રીડને નિશાન બનાવી હતી.

રશિયા દ્વારા સતત પાવરગ્રીડને નિશાન બનાવવામાં આવતા લોકોને કાતિલ ઠંડીમાં વીજળી, હિટિંગ અને પીવાનું પાણી મળી રહ્યું નથી.ખાનગી પાવર કંપની ડીટીઇકેનાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે વીજળી સેક્ટર પર કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા છે. કીવમાં રાતના સમયે તાપમાન માઇનસ ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

આવી કડકડતી ઠંડીમાં વીજળી ન હોવાને કારણે હિટિંગ સિસ્ટમ ચાલુ ન થતાં કીવના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઝેલેન્સ્કીએ સહયોગી દેશોને વધુ એર ડિફેન્સ સપ્લાય મોકલવા અને રશિયા પર મહત્તમ દબાણ નાખવાની અપીલ કરી હતી જેથી સંપૂર્ણપણે આક્રમણને સમાપ્ત કરી શકાય જે ૨૪ ફેબુÙઆરી, ૨૦૨૨ના રોજ શરૂ થયું હતું. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.