પેટલાદના માણેજ પાસે અજાણ્યા વાહન પાછળ અથડાતાં બાઈકચાલકનું મોત
પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
ધર્મજ ગામના વૃદ્ધ તારાપુર હાઈવે ઉપરથી બાઈક લઈને પસાર થતાં હતાં ત્યારે આગળ જતાં વાહનની પાછળ અથડાતા મોત નિપજ્યું
આણંદ,આણંદ જિલ્લાના વાસદ તારાપુર હાઇવે રોડ ઉપર આવેલા માણેજ ગામ નજીક ગિરનાર હોટલ સામેથી પસાર થતાં ધર્મજ ગામના વૃદ્ધ બાઈકચાલક સાંજના અરસામાં આગળ જતાં વાહન પાછળ અથડાતા મોત નિપજ્યાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ૭૦ વર્ષીય બીપીનભાઈ ઠાકોરભાઈ પટેલ એકલા રહેતા હતા. જ્યારે બીપીનભાઈ પટેલના પત્ની જયશ્રીબેન અને બે દીકરીઓ રીંકુબેન ડિમ્પલબેન સાથે કેન્યા નેરોબી સાથે વિદેશમાં રહે છે.
બીપીનભાઈ પટેલ રવિવારે સાંજના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે-૨૩-એલ-૮૬૭૨ લઈને વાસદ-તારાપુર હાઇવે ઉપર ગિરનાર હોટલ સામે માણેજ ગામ નજીકથી તારાપુર તરફ જતા હતા ત્યારે આગળ જતા કોઈ વાહનની પાછળ બાઈક અથડાતા રોડ ઉપર પડી જતા બીપીનભાઇને માથાની પાછળના ભાગે, દાઢીના ભાગે, ડાબા હાથની આંગળી ઉપર તેમજ શરીરે ઈજા પહોંચી હતી.
આ બનાવ બનતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત બીપીનભાઈ ઠાકોરભાઈ પટેલને તાત્કાલીક સારવાર માટે તારાપુર સરકારી દવાખાનામાં ત્યાંથી વધુ સારવાર માટે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ગોત્રી જનરલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે ફરજ પરના ડોક્ટરે પીનભાઇને મરણ જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ચેતનકુમાર ધીરુભાઈ દેસાઈની ફરિયાદ લઈ પેટલાદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. SS1
