Western Times News

Gujarati News

ન્યાય બંધ બારણા પાછળ રડી રહ્યો છેઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીએ આ હીયરિંગમાં પોતે પક્ષ રજૂ કર્યો અને ચૂંટણી પંચને વોટ્‌સએપ કમિશન પણ ગણાવી દીધું હતું

નવી દિલ્હી,  પશ્ચિમ બંગાળમાં જીંઇ મામલે માહોલ ભારે ગરમાયેલો છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ચૂંટણી પંચ આમને સામને આવી ગયા છે. આ બધા વચ્ચે આજે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં જીંઇ અંગે સુનાવણી દરમિયાન રસપ્રદ માહોલ જોવા મળ્યો. સુનાવણીમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે કોર્ટમાં હાજર છે અને આગળની પંક્તિમાં બેઠા છે. મમતા બેનર્જી તરફથી હાજર થયેલા એડવોકેટ શ્યામ દીવાને સુપ્રીમ કોર્ટ પાસે આ મામલે તત્કાળ દિશા નિર્દેશની માંગણી કરી.

સુપ્રીમ કોર્ટમાં જીંઇની સુનાવણી પહેલા મમતા બેનર્જીએ એક નવી અરજી દાખલ કરી. જેમાં ચૂંટણી પંચને વોટર લિસ્ટમાંથી કોઈ પણ નામ હટાવતા રોકવા માટે કોર્ટને તરત દિશા નિર્દેશ આપવાની માંગણી કરી છે.

અરજીમાં કહેવાયું છે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચાલી રહેલી એસઆઈર પ્રક્રિયા દરમિયાન મોટા પાયે મતદારોના નામ હટે તેવી આશંકા છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે ચૂંટણી પંચે લોકોની અરજીઓમાં મામૂલી ભૂલો માટે પણ અનેક લોકોને સર્ક્‌યુલર મોકલ્યા છે. મમતાએ ગુહાર લગાવી છે કે ૨૦૨૨ની વોટર લિસ્ટમાંથી કોઈનું પણ નામ ન હટે. મતદારોના હક ન છીનવાય.

મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દમરિયાન કહ્યું કે હું પોતે આ રાજ્યમાંથી છે અને હું એક્સપ્લેન કરી શકું છું. તેમણે કહ્યું કે અમને ન્યાય મળતો નથી. હું સામાન્ય પરિવારથી છું પરંતુ મારી પાર્ટી માટે લડી રહી છું. જેના પર સીજેઆઈએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર પણ કેસ લડી રહી છે.

સિબ્બલ-ગોપાલ જેવા લીગલ લોકો દલીલો કરે છે. જેના પર મમતાએ કહ્યું કે જ્યારે વકીલ શરૂથી લડતા હોય, રેકોર્ડ પર વારંવાર વાતો રજૂ થતી હોય, છવાર ચૂંટણી પંચને લખવામાંઆવ્યું હોય ને એકવાર પણ જવાબ ન મળે ત્યારે મહેસૂસ થવું સ્વાભાવિક છે કે ન્યાય ક્્યાંક પાછલા બારણે અટકી ગયો છે. મને પાંચ મિનિટ આપો. જેના પર સીજેઆઈ કહે છે કે અમને કોઈ સમસ્યા નથી. અમે ૧૫ મિનિટ આપીશું પરંતુ પહેલા અમારી વાત સાંભળો.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે. આ સમસ્યાનો પણ ઉકેલ લાવીશું. તમારી રાજ્ય સરકાર પણ હાજર છે. તમારી પાર્ટી પણ અહીં છે. તમારી પાસે દેશના સૌથી વરિષ્ઠ વકીલો છે. તમે તમારા તરફથી ઉઠાવવામાં આવેલી સમસ્યાઓ સ્વીકારી છે- તે રેકોર્ડ પર છે, પરંતુ દરેક સમસ્યાનું સમાધાન હોય છે. જેના પર મમતાએ કહ્યું કે પહેલા મને બોલવાની અને પૂરું કરવાની મંજૂરી આપો.

હું કેટલીક તસવીરો દેખાડવા માંગુ છું. બધા બંગાળી છાપાઓમાં છપાયું છે. અમે ઈચ્છીએ છીએ કે સમસ્યાનું સમાધાન નીકળે. અમે અમારી જવાબદારીથી પાછળ હટીશું નહીં. અમે એ વાતથી સહમત છીએ કે મમતા બેનર્જી દ્વારા ઉઠાવવામાં આવેલો મુદ્દો વાસ્તવિક છે. ભાષા સંબંધિત સમસ્સયાઓ કે નામના ઉચ્ચારમાં અંતરના કારણે કોઈ મતદારનું નામ હટે એવું અમે પણ નથી ઈચ્છતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.