જામનગર એરફોર્સ સ્ટેશન પર દક્ષિણ કોરિયાના વાયુસેનાના વિમાનોનું લેન્ડિંગ
ભારતીય વાયુસેનાએ ફયુલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી
બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના ૯ લડાકુ વિમાનો અને ૧ ટ્રાન્સપોર્ટ વિમાનનું સાઉદી અરેબિયાથી પરત ફરતી વખતે ટ્રાન્ઝિટ રોકાણ
જામનગર, જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ કોરિયાની વાયુસેનાના વિમાનોએ સુરક્ષિત લેન્ડિંગ કરીને આંતરરાષ્ટ્રીય સૈન્ય મૈત્રીની પરંપરાને જીવંત રાખી છે. સાઉદી અરેબિયામાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો ૨૦૨૬માં સહભાગી થઈને પરત ફરી રહેલા આ સૈન્ય દળને ભારતીય વાયુસેના દ્વારા જામનગર રનવે પર ઉતરાણ કરવા સહિતની તમામ ટેકનિકલ સહાય અને મંજૂરીઓ પૂરી પાડવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાની સુપ્રસિદ્ધ બ્લેક ઈગલ્સ એરોબેટિક ટીમના 9 T50B લડાકુ વિમાનો અને 1 C130 ટ્રાન્સપોર્ટ વિમાનનું જામનગર ખાતે આગમન થતા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદેશી વાયુસેનાના આ કાફલા માટે જામનગર એરપોર્ટ પર જ સીમા શુલ્ક અને ઇમિગ્રેશનની પ્રક્રિયાઓ ત્વરિત પૂર્ણ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના દ્વારા આ ટીમને જરૂરી તમામ લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો.
આ સૈન્ય દળ ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્›આરી ૨૦૨૬ દરમિયાન સાઉદી અરેબિયા ખાતે આયોજિત સંરક્ષણ પ્રદર્શનમાં ભાગ લઈને સ્વદેશ પરત ફરી રહ્યું હતું. લાંબી મુસાફરી દરમિયાન ટ્રાન્ઝિટ લેન્ડિંગ અને અલ્પ વિરામ માટે દક્ષિણ કોરિયાની વાયુસેનાએ જામનગર એરફોર્સ સ્ટેશનની પસંદગી કરી હતી.SS1
