Western Times News

Gujarati News

અભિનેત્રી દિશા પટણી 6 ફેબ્રુઆરી, 2026ના રોજ નવા આઉટલેટનું ઉદ્ઘાટન કરશે

File

કલ્યાણ જ્વેલર્સ અમદાવાદનાં વંદેમાતરમ વિસ્તારમાં ભવ્ય શૉરૂમ લોન્ચ કરી તેની હાજરી વિસ્તારશે

4 ફેબ્રુઆરી2026 – ભારતની સૌથી વિશ્વસનીય અને અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક કલ્યાણ જ્વેલર્સે આજે અમદાવાદના ગોતામાં વંદેમાતરમ રોડ ખાતેના તેના નવા શૉરૂમના પ્રારંભની જાહેરાત કરી છે. ફિલ્મ સ્ટાર દિશા પટણી 6 ફેબ્રુઆરી (શુક્રવાર)ના રોજ સાંજે 4:30 વાગ્યે આ આઉટલેટનું ઉદ્ઘાટન કરશે.

પ્રદેશના મુખ્ય બજારોમાં સારી રીતે સ્થાપિત હાજરી સાથેઆ શૉરૂમ ગુજરાત રાજ્યમાં બ્રાન્ડનું 17મું આઉટલેટ રજૂ છે. આ નવી જગ્યામાં વિશ્વ કક્ષાના રિટેલ વાતાવરણમાં રજૂ કરાયેલ વ્યાપક શ્રેણીની ડિઝાઇન ઓફર કરવામાં આવશેજે અમદાવાદ અને તેની આસપાસના ગ્રાહકો માટે ખરીદીના શ્રેષ્ઠ અનુભવમાં વધારો કરશે.

 નવા શૉરૂમના લોન્ચ અંગે કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રમેશ કલ્યાણરમણે જણાવ્યું હતું કે“એક કંપની તરીકેઅમે ગ્રાહક ખરીદીના અનુભવના દરેક પાસાંને આવરીને તેને વધારે સારી રીતે રજૂ કરી શકીએ તેવી એક સર્વાંગી ઇકોસિસ્ટમ ઊભી કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

ગુજરાત અમારા સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છેઅને અમે વર્ષોથી અહીં અમારી હાજરી વ્યૂહાત્મક રીતે વિસ્તારી છે. અમારું માનવું છે કે વંદેમાતરમમાં નવો શૉરૂમ આ પ્રદેશ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે તથા અમારા ગ્રાહકોને વધુ સુવિધાસુલભતા અને મૂલ્ય પ્રદાન કરશે.”

આ લોન્ચિંગ પ્રસંગેકલ્યાણ જ્વેલર્સે દાગીના બનાવવાના ચાર્જ પર પ્રતિ ગ્રામ રૂ. 1,500 સુધીની બચતની જાહેરાત કરી છે. ઉપરાંત, કલ્યાણના સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટનો લાભ પણ જાહેર કર્યો છેજે બજારમાં સૌથી ઓછો છે અને તમામ શોરૂમમાં સમાન છે. આ લોન્ચિંગ લાભો ફક્ત મર્યાદિત સમયગાળા માટે ઉપલબ્ધ છે.

 કલ્યાણ જ્વેલર્સના દરેક ઘરેણાં BISહોલમાર્ક કરેલા છે અને તેની શુદ્ધતા માટે અનેક ચકાસણીઓ કરવામાં આવે છે. આ ઉપરાંતગ્રાહકોને બ્રાન્ડનું સિગ્નેચર 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પ્રાપ્ત થશેજે સોનાની શુદ્ધતાઆજીવન મફત મેઇન્ટેનન્સપ્રોડક્ટ વિશે વિગતવાર માહિતી અને પારદર્શક એક્સચેન્જ તથા બાય-બેક પોલિસીની ગેરંટી આપે છે.

 આ ખાતરી કલ્યાણ જ્વેલર્સની તેના મૂલ્યવાન ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા અને વિશ્વાસ પૂરો પાડવા માટેની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. શૉરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ ઉપલબ્ધ હશેજેમાં મુહૂર્ત (વેડિંગ જ્વેલરી લાઇન)મુદ્રા (હસ્તકલાવાળી એન્ટિક જ્વેલરી)નિમાહ (ટેમ્પલ જ્વેલરી)ગ્લૉ (ડાન્સિંગ ડાયમંડ્સ)ઝિયા (સોલિટેર જેવી ડાયમંડ જ્વેલરી)અનોખી (અનકટ ડાયમંડ્સ)અપૂર્વ (ખાસ પ્રસંગો માટે હીરા)અંતરા (લગ્નપ્રસંગ માટે હીરા)હેરા (ડેઇલી વેર ડાયમંડ્સ)રંગ (કિંમતી રત્નોની જ્વેલરી)અને તાજેતરમાં લોન્ચ થયેલ લીલા (રંગીન રત્નો અને ડાયમંડ જ્વેલરી)નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.