બાબા વેંગાની કેસ ક્રાઈસીસ’ અંગે ભવિષ્યવાણી દુનિયાભરમાં ચર્ચાનો વિષય
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે બાબા વેંગાએ એવા ભવિષ્યની ચેતવણી આપી હતી
જ્યાં કાગળનું ચલણ તેની પૂરેપૂરી કિંમત ગુમાવી દેશે, જેના કારણે વિશ્વભરમાં રોકડની અછત સર્જાશે
નવી દિલ્હી, બાબા વેંગાનું નામ ફરી એકવાર સોશિયલ મીડિયા અને સમાચારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું માનવામાં આવે છે કે બલ્ગેરિયાના આ ભવિષ્યવક્તાએ વિશ્વની મોટી ઘટનાઓની અગાઉથી આગાહી કરી હતી. અત્યારે જ્યારે દુનિયા મોંઘવારી, ચલણમાં ઉતાર-ચઢાવ અને ધીમા આર્થિક વિકાસ સાથે ઝઝૂમી રહી છે, ત્યારે ‘કેશ ક્રાઈસીસ’ (રોકડ સંકટ) અંગેની તેમની કથિત ભવિષ્યવાણીએ એક નવી ચર્ચા જગાવી છે.
બાબાની ભવિષ્યવાણીઓ મુજબ, બાબા વેંગાએ એવા ભવિષ્યની ચેતવણી આપી હતી જ્યાં કાગળનું ચલણ તેની પૂરેપૂરી કિંમત ગુમાવી દેશે, જેના કારણે વિશ્વભરમાં રોકડની અછત સર્જાશે. આવી સ્થિતિમાં, લોકોને બેંકોમાં રાખેલા પૈસા અથવા ફિઝિકલ નોટો પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગશે. તેના બદલે સોનું, ચાંદી અને તાંબુ જેવી નક્કર સંપત્તિઓને સંપત્તિનો સૌથી સુરક્ષિત ભંડાર માનવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયમાં વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. ભારતમાં MCX પર સોનું ૧.૮૦ લાખ પ્રતિ ૧૦ ગ્રામની નજીક પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીનો ભાવ ૪,૦૦,૦૦૦ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયો હતો. આવો ઉછાળો અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો, જેનાથી રોકાણકારોને મોટું વળતર મળ્યું હતું.જ્યારે અપેક્ષાઓ ટોચ પર હતી, ત્યારે જ બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો.
૩૦ જાન્યુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો અને આ ઘટાડો સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યો. ગભરાટમાં આવીને લોકોએ વેચાણ શરૂ કરી દીધું, ખાસ કરીને ડિજિટલ અને પેપર ગોલ્ડમાં વધુ વેચવાલી જોવા મળી. જોકે, અનુભવી બજાર નિષ્ણાતોએ આ ઘટાડાને ‘ક્રેશ’ ને બદલે ‘હેલ્ધી કરેક્શન’ (સ્વસ્થ સુધારો) તરીકે જોયો હતો.ss1
