પુખ્ત લોકોના લગ્ન કરવાના નિર્ણયમાં માતા-પિતા પણ હસ્તક્ષેપ ના કરી શકે
લગ્નમાં પ્રવેશ કરવાનો તેમનો નિર્ણય પવિત્ર ગણાવો જોઈએ
પરસ્પર સંમતિ ધરાવતા પુખ્ત લોકોને મરજી મુજબ લગ્ન કરવાનો બંધારણીય અધિકાર
સરકાર કે સમાજ તેમાં દખલ કરી શકે નહીઃ દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી,પરસ્પર સંમતિ ધરાવતા પુખ્ત વયના લોકોને એકબીજા સાથે લગ્ન કરવાનો બંધારણીય અધિકાર છે અને તેમના નિર્ણયમાં સમાજ, સરકાર કે તેમના માતા-પિતા પણ હસ્તક્ષેપ કરી શકે, એમ દિલ્હી હાર્કાેર્ટે પોતાનું અવલોકન વ્યક્ત કર્યું હતું.સ્ત્રીના પિતાએ લગ્ન કરવાની તેની પસંદગીનો વિરોધ કર્યાે હતો, જેના પગલે દંપતીએ સુરક્ષા માગતી અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આ મુજબનું અવલોકન વ્યક્ત કર્યું હતું. દંપતીને પોલીસ સંરક્ષણ આપતાં ન્યાયમૂર્તિ સૌરભ બેનર્જીએ જણાવ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવીય સ્વતંત્રતા અને પસંદગીનું અવિભાજ્ય અંગ છે, જે બંધારણની કલમ ૨૧ તથા માનવ અધિકારોની સર્વજનિક ઘોષણાનો પણ અભિન્ન ભાગ છે.
“અરજદારો બંને પુખ્ત વયના છે અને પરસ્પર લગ્ન કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. સંમતિ ધરાવતા પુખ્ત તરીકે તેમણે સ્વેચ્છાએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો છે. તેથી હવે કોઈપણ વ્યક્તિ, વિશેષ કરીને સમાજ કે સરકાર અથવા તેમના માતા-પિતા, સંબંધીઓ કે મિત્રો, અરજદારોના આ નિર્ણયમાં કોઈપણ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં,” એમ હાઇકોર્ટે તેના ૨ ફેબ્›આરીએ આપેલા આદેશ કહ્યું હતું.“વાસ્તવમાં, લગ્નમાં પ્રવેશ કરવાનો તેમનો નિર્ણય પવિત્ર ગણાવો જોઈએ, કારણ કે અરજદારો સંમતિ ધરાવતા પુખ્ત વયના છે અને તેમને પોતાના જીવનસાથી પસંદ કરવાનો બંધારણીય અધિકાર નિર્વિવાદ રીતે પ્રાપ્ત છે,” એમ કોર્ટએ ઉમેર્યું.
દંપતીએ જુલાઈ ૨૦૨૫માં આર્ય સમાજ મંદિર ખાતે હિંદુ રીતિ-રીવાજો અનુસાર લગ્ન કર્યા હતા અને ત્યારબાદ સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દંપતીનો આક્ષેપ હતો કે સ્ત્રીના પિતાનો આ લગ્ન સામે સખત વિરોધ હતો અને તેમને ધમકીઓ આપી રહ્યા હતા. કોર્ટએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિ, ખાસ કરીને સ્ત્રીના પિતા, અરજદારોના જીવન અને સ્વતંત્રતાને ધમકી આપી શકે નહીં.ss1
