Western Times News

Gujarati News

AMA દ્રારા આયર્લેન્ડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મેરી રોબિન્સનના નેતૃત્વ અને વારસાની ઉજવણી કરાઈ 

અમદાવાદ, સ્ત્રીઓની સર્જનાત્મકતા અને સાહસની ઉજવણી માટે સમર્પિત પરંપરાગત દિવસ, ‘સેન્ટ બ્રિજિડ્સ ડે’ નિમિત્તે, આયર્લેન્ડ એમ્બેસી અને કૉન્સ્યુલેટ જનરલ ઓફ આયર્લેન્ડ, મુંબઈ દ્રારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના સહયોગથી સર્વસમાવિષ્ટ નેતૃત્વની શક્તિ પર કેન્દ્રિત એક પ્રેરણાદાયી સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું.

AMA to celebrate Women’s Leadership and the Legacy of Mrs. Mary Robinson, Former President of Ireland

આ કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી ‘શ્રીમતી રોબિન્સન’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું, જે આયર્લેન્ડના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અને માનવ અધિકાર માટેના ભૂતપૂર્વ યુએન હાઈ કમિશનર મેરી રોબિન્સનના જીવન અને અગ્રણી કાર્યોને દર્શાવે છે. આ ફિલ્મ ક્લાયમેટ જસ્ટિસ, લિંગ સમાનતા અને મૂળભૂત માનવ અધિકારો અંગેના વૈશ્વિક સંવાદોને આકાર આપવામાં તેમની સફરની એક દુર્લભ અને આત્મીય ઝલક પૂરી પાડે છે.

આયર્લેન્ડના એમ્બેસેડર શ્રી કેવિન કેલી; મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ શ્રી પેટ્રિક ડફી; એએમએના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મોહલ સારાભાઈ અને એએમએના માનદ મંત્રી શ્રી ગોપી ત્રિવેદી આ ઉજવણીમાં જોડાયા હતા.  આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “નેતૃત્વ સમાજને પ્રભાવિત કરવાની અને સ્થાયી પ્રભાવ ઊભો કરવાની ક્ષમતા ધરાવે છે.

મેરી રોબિન્સનના વારસાના માધ્યમથી ‘સેન્ટ બ્રિજિડ્સ ડે’ ની ઉજવણી કરીને, અમારો ઉદ્દેશ્ય નવી પેઢીના નેતાઓને હેતુપૂર્ણ અને સર્વસમાવિષ્ટ નેતૃત્વ માટે પ્રેરિત કરવાનો છે.” સ્ક્રિનિંગ બાદ, શ્રી. મેરી રોબિન્સન (આયર્લેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ) અને શ્રી. પેટ મિશેલ (એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, શ્રીમતી રોબિન્સન)એ વૈશ્વિક દ્રષ્ટિકોણને સ્થાનિક આકાંક્ષાઓ સાથે જોડતા પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો.   આ ડિસ્કશનનું સંચાલન વરિષ્ઠ પત્રકાર શ્રી લીના મિશ્રા દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.