Western Times News

Gujarati News

શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે ગંભીર માસિક સ્ત્રાવથી પીડાતી યુગાન્ડાની મહિલાની સફળતાપૂર્વક સારવાર કરાઈ

(પ્રતિનિધિ) આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ગંભીર માસિક સ્ત્રાવ અને પેટની નીચેના ભાગમાં તીવ્ર દુખાવાથી પીડાતી યુગાન્ડાની ૨૮ વર્ષની મહિલાની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી. જે ઈમર્જન્સી ગાયનેક સારવારનું મહત્વનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.

સિનિયર સ્ત્રી રોગ અને પ્રસુતિના નિષ્ણાત ડો. નીતિન રાયઠઠ્ઠાએ દર્દીની તપાસ કરી હતી અને મિનિમલ ઈન્વેસિવ પદ્ધતિ દ્વારા લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવી હતી. આધુનિક પદ્ધતિના ઉપયોગને કારણે આ સર્જરીમાં ઓછો રક્તસ્ત્રાવ અને ઝડપથી રિકવરી થઈ હતી.

તથા હોસ્પિટલની એનેસ્થેશિયા ટીમે પણ સર્જરી દરમ્યાન અને સર્જરી બાદ દર્દીની રિકવરી માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ કેસ અંગે ડો. રાયઠઠ્ઠાએ જણાવ્યું હતું કે, માસિક સ્ત્રાવ દરમ્યાન મહિલાને વધુ પડતો રક્તસ્ત્રાવ થાય અને પેલ્વિક પેઈન થાય તો તેને ગાયનેકોલોજીકલ ડિસઓર્ડર કહી શકાય

અને તેના માટે તાત્કાલિક મેડિકલ સારવારની જરૂરિયાત ઊભી થતી હોય છે પરંતુ યુગાન્ડા જેવા વિકસિત દેશમાં તાત્કાલિક ગાયનેકોલોજી સારવારની સુવિધા ન હોવાને કારણે દર્દીને સારવારઅર્થે અન્ય દેશમાં જવાની જરૂરિયાત ઊભી થાયછે.

શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે નિયમિતપણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઓમાન, ઈરાક, ફીઝી, કેન્યા, નાઈઝિરીયા વગેરે દેશોમાંથી દર્દીઓ સારવારઅર્થે આવે છે. એન.એ.બી.એચ. પ્રમાણિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ૧૨ સ્પેશ્યાલિટી અને ૨૦ સુપર સ્પેશ્યાલિટી સર્વિસિસ અને આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.

હોસ્પિટલના પ્રિવિલેજ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય દર્દીઓને વ્યક્તિગત સંભાળ અને આધુનિક સુવિધાઓ તથા સપોર્ટ સર્વિસિસ પૂરી પાડવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.