Western Times News

Gujarati News

પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો

યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રી

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાકેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામમાં કૈલાશધામ મંદિર આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહાસિવરાત્રીના પાવન પ્રસંગે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો હતો.

આ તકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે પાલીતાણા તાલુકામાં આવેલ નાનીમાળ ગામલોકોએ ૧૨ જયોર્તિલિંગના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. ૧૨ જયોર્તિલિંગના દર્શન કરવાનો લ્હાવો ગામમાં જ મળી રહે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. આ તકે આગેવાન શ્રી મહેશભાઈ સવાણી અને શ્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ.

પાલીતાણાની તળેટીમાં આવેલું નાનીમાળ ગામ વિવિધ સમાજના લોકો એકતા અને સૌહાર્દથી રહેતું ગામ છે. આશ્રમ પરિસરમાં કુલ ૧૭ મંદિરો આવેલ છે. આ મંદિરો આશરે ૨૫ વર્ષ પહેલા નિર્માણ પામ્યા હતા.

સમયાંતરે મંદિરો જર્જરિત થઈ જતાતેમના જીર્ણોદ્ધાર (નવનિર્માણ)નો વિચાર ૩ વર્ષ પૂર્વે મુકેશભાઈ મનજીભાઈ પટેલ દ્વારા મુકવામાં આવ્યો હતો. આશ્રમમાં ૧૨ શિવાલયોના જીર્ણોદ્ધાર સાથે અન્ય દેવસ્થાનોનું પણ પુનઃનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.

આ મંદિરોમાં સ્થાપિત દેવતાઓ શ્રી સોમનાથ મહાદેવશ્રી મલ્લિકાર્જુન મહાદેવશ્રી મહાકાલ મહાદેવશ્રી ઓમકારેશ્વર મહાદેવના પૂજા અર્ચના અને દર્શન કરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ધન્યતા અનુભવી હતી તેમજ આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આશ્રમના સ્થાપક ગુરુ શ્રી વિજયગીરી બાપુએ નાનીમાળ ગામનું નામ સાર્થક થાય તે માટે નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતીજે કાર્ય આજે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. કૈલાશધામ મંદિર નાનીમાળ ગામના દરેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આશ્રમમાં આજુબાજુના ૩૦ કિલોમીટર વિસ્તારમાંથી ભક્તો દર્શન અને પૂજા અર્ચના કરવા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ પર આશરે ૨૦,૦૦૦ થી વધુ ભક્તો દર્શન માટે આવે છે.

આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાકેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીરાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમ ભાઈ સોલંકીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ શ્રી ગૌતમભાઈ ચૌહાણશ્રી હીરાભાઈ સોલંકીશ્રી ભીખાભાઈ બારૈયાઆગેવાન શ્રી કેશુભાઈ નાકરાણીશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.