ઉમરેઠ મિલાદે રસુલ કમિટી આયોજીત સમૂહ લગ્નમાં સંતરામ મંદિરના ગણેશ દાશજી મહારાજનું સ્વાગત કરાયું
ઉમરેઠ:ઉમરેઠમાં પ્રથમ વખત મિલાદે રસુલ કમિટી ઓડબજાર દ્વારા મુસ્લીમ લોકોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૧ દંપતીઓનું નિકાહ (લગ્ન)ઉમરેઠ )ના તમામ મસ્જિદોના પેશ ઇમામ દ્વારા પઢાવવામાં આવેલ અને ખાસ કરીને દરેક દુલ્હા, તેમજ દુલ્હનના વાલીઓ ને ભારપૂર્વક જણાવવામાં આવેલ કે સમૂહ લગ્નમાં ભાગ લેનારે પોતાના ઘર પર કોઈપણ પ્રકારનો ખોટો ખર્ચ કે જેમાં બેન્ડવાજા કે ડી.જે વગાડવામાં આવશે અને કમિટીના ધ્યાનમાં આવશે તો તુરંત જ સમૂહલગ્નના લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવશે. અને તેઓનું નિકાહ પઢાવવામાં આવશે નહીં સમૂહ લગ્ન નું ખાસ મકસદ એ છે
કે મુસ્લિમ સમાજમાંથી કુરિવાજો, નાચ ગાન, તેમજ જેવા દૂર થાય અને ખોટા ખર્ચાઓમાંથી મુક્તિ મળે તેવો શુભ આશય સાથે મિલાદે રસુલ કમિટી ઓડ બજાર ઉમરેઠ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, મુસ્લિમ સમાજનું સમૂહ લગ્ન પ્રથમ હોવાથી ઉમરેઠ શહેરના હિન્દૂ ભાઈઓએ પણ તન, મન, ધન થી ખૂબ જ સારો સાથ સહકાર આપીને એક કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ તેમજ ઉમરેઠ શહેર તેમજ આજુબાજુના ગામોના મુસ્લિમભાઈઓનો પણ ખુબજ સારો સાથ સહકાર તન, મન, ધન થી મળેલ,
વધુમાં મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ શાદીનું પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે ઉમરેઠ સંતરામ મંદિરના ગણેશ દાશજી મહારાજ દ્વારા સારું એવું માર્ગદર્શન મુસ્લિમ સમાજને આપવામાં આવેલ તેમજ ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ શ્રી સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ દ્વારા ૨૫,૭૮૬/- રૂપિયા સમૂહ લગ્નમાં ભેટ આપવામાં આવેલ,
તેમજ સાવલીના ધારાસભ્ય એવા કેતનભાઈ ઇનામદાર દ્વારા રૂપિયા ૧૧,૦૦૦/- નું દાન આપવામાં આવેલ તેમજ ઉમરેઠ શહેરના જાણીતા એવા ઈશ્વરભાઈ કોન્ટ્રાક્ટર ( ઉર્ફે આઈ,કોન )દ્વારા રૂપિયા ૫૧,૦૦૦/- નું દાન આપવામાં આવેલ તેમજ શહેરના મુસ્લિમ આગેવાનો દ્વારા પણ ખૂબ જ સારો સહકાર આપવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા ઉમરેઠ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, સુજલ ભાઈ શાહ, ઈશ્વરભાઈ કોન્ટ્રાક્ટર, વડોદરાના સામાજિક કાર્યકર એવા એઝાંઝભાઈ અગા, તેમજ મુસ્તાક ભાઈ માસ્તર, મૈયુદ્દીનભાઈ રેલવે કર્મચારી, તેમજ જાવેદભાઈ માસ્તર, તેમજ દરેક મસ્જિદોના પેશ ઇમામો દ્વારા સફળ સંચાલન કરીને આયોજનને સફળ બનાવ્યો હતો.