Western Times News

Gujarati News

થાળાસંજેલી ખાતે બે કેજીબીવી ની શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો 

દાહોદ જિલ્લો આર્થિક રીતે નબળો હોય પરંતુ બુદ્ધિ રીતે પછાત નથી 

કેજીબીવી ની બાલિકાઓને પગના નખથી માંડીને માથાના વાળ સુધીની વ્યવસ્થા આપવામાં આવે છે

પ્રતિનિધિ સંજેલી  : સંજેલી તાલુકાના માંડલી થાળા સંજેલી ખાતેની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેળવણીની સરગમ તાલુકા કક્ષાના વાર્ષિકોત્સવની ઉજવણી થાળાસંજેલી કેજીબીવી પંટાગણમાં ખાતે કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો

સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર પ્રેરિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કેળવણીની સરગમ તાલુકા કક્ષાના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી માંડલી અને થાળાસંજેલીની કેજીબીવી માં  125 જેટલી બાલિકાઓને અભ્યાસ મેળવે છે  બીઆરસી કોર્ડિનેટર મહેન્દ્રભાઇ બારિયા પછાત દુર્ગમ પહાડી ક્યારેય શાળાએ ન જતા હોય તેવી દીકરીઓની ચિંતા કરીને 2005 મા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ એ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે થી કેજીબીવી ની સ્થાપના કરવામાં આવી હતી દેશ અને દુનિયા ખૂબ જ આગળ વધી રહી છે ત્યારે બાળકાઅો શિક્ષણથી વંચિત ન રહે તેને ધ્યાને લઇ અદ્યતન સુવિધાજનક સંજેલી તાલુકામા માંડલી અને થાળાસંજેલી બે કેજીબીવી ની શરૂઆત કરવામાં આવી છે

જેમાં અભ્યાસ મેળવતી 125 બાલિકાઓને પગના નખથી માંડીને માથાના વાળ સુધીની રહેવા જમવાની અભ્યાસ વ્યવસાય તાલીમ સહિત નિ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારાએ સરકારી શાળાઓમાં બીએસસી બીએડ એમએસસી બીએડ જેવા ઉચ્ચ અભ્યાસ અને તાલીમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે જેના દ્વારા આ બાળકો ઘણું વધુ શિક્ષણ મેળવી રહ્યા છે


દાહોદ જિલ્લો આર્થિક રીતે નબળો છે પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા નોકરી રમતગમત કલા પ્રવૃત્તિમાં  ક્યારેય પણ પાછા પડતા નથી જેથીબુદ્ધિ  રીતે પછાત નથી જેથી આપણા બાળકોને સરકારી શાળામાં જ મોકલવા જોઈએ ખાનગી શાળાનો વાલીઓને એક મોહ છે જ્યાં માત્રને માત્ર યુનિફોર્મ સૂટ બૂટ ટાઈ લગાવી બાળકો શાળાએ જોવા મળે છે બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનો વાલીઓનો માત્ર મોહ છે  કેજીબીવી ની બાલિકાઓ દ્વારા હવે યોગા ડાન્સ દેશભક્તિ ગીત ગરબો એક પાત્રીય અભિનય પ્રેમ રતન ધન પાયો યોજમા રંગીલો મારો ઢોલ એ ધૂમ મચાવી હતી બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા

જિલ્લા ચેરમેન કાંતાબેન બામણીયા માંડલી સરપંચ અને  તાલુકા પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરતાન કટારા સ્વૈચ્છિક સંઘના પ્રમુખ સબુર તાવિયાડ મહામંત્રી રમેશ મહિડા  બીઆરસી મહેન્દ્રભાઇ બારિયા સીઆરસી રઘુભાઇ ડામોર સંઘના માજી પ્રમુખ અમરસિંહ બામણીયા ભુરસિંગભાઇ તાવિયાડ કિંજેશભાઇ પટેલ વોર્ડન માલીવાડ વર્ષાબેન કલાસવા કપિલા શાળાના આચાર્ય શિક્ષકો બાલિકાઓ વાલીઓ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાલિકાઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.