Western Times News

Gujarati News

જંબુસરના 3,900 કરોડના બલ્ક ડ્રગ પાર્કનું સંપૂર્ણ પ્લાનિંગ PM ગતિશક્તિ પ્લેટફોર્મ પર થયું તૈયાર

22 વિભાગો અને મંત્રાલયોના સંકલનથી 11,000થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત NOC રેકોર્ડ સમયમાં પ્રોસેસ થયા

Ø  83,000 હેંડપમ્પોના જિયો-ટેગિંગ અને દેશની પહેલી ‘ડિજિટલ રિઝર્વોયર મેનેજમેન્ટ સિસ્ટમ’થી નાગરિક સેવાઓમાં મોટો ફેરફાર

Ø  1500થી વધુ રાજ્ય સ્તરીય અને 1,400થી વધુ કેન્દ્રીય ડેટા લેયર્સ સહિત કુલ 2900થી વધુ ડેટા લેયર્સનું ઇન્ટિગ્રેશન અને 2400થી વધુ પ્રોજેક્ટ્સનું રિયલ ટાઇમ GIS મેપિંગ

 ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થયા છે. તેમના આ 12 વર્ષોના કાર્યકાળ દરમિયાન ‘પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશા બદલનારી એક ઐતિહાસિક પહેલ તરીકે ઉભર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આ પહેલને ટેક્નોલોજી આધારિત સુશાસનના અસરકારક મોડેલમાં પરિવર્તિત કરી છે. જે પ્રોજેક્ટ્સ વર્ષો સુધી વિભાગીય મંજૂરીઓ અને કાગળિયાના કામકાજમાં ફસાયેલા રહેતા હતાતે હવે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર રેકોર્ડ સમયમાં આગળ વધી રહ્યા છે.

40  ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત NOC પ્રક્રિયાઓ એકીકૃત11,000થી વધુ NOC રેકોર્ડ સમયમાં પ્રોસેસ*

ગુજરાતે BISAG-N દ્વારા વિકસિત કરવામાં આવેલ GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મને અપનાવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મંજૂરી પ્રક્રિયાને સંપૂર્ણપણે આધુનિક અને ટેક્નોલોજી આધારિત બનાવી દીધી છે. મેકર-ચેકર-એપ્રૂવર મોડેલઇ-અપ્રૂવલ  સિસ્ટમ અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ જેવી વ્યવસ્થાઓના માધ્યમથી 40 ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત NOC પ્રક્રિયાઓને એકીકૃત ડિજિટલ ફ્રેમવર્ક સાથે સાંકળવામાં આવી છે. તેના પરિણામસ્વરૂપે અત્યારસુધીમાં 11,000થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત NOC રેકોર્ડ સમયમાં પ્રોસેસ કરવામાં આવી રહ્યા છે.

આ ડિજિટલ સિસ્ટમથી મંજૂરી પ્રક્રિયાઓને વધુ પારદર્શકઝડપી અને જવાબદાર બનાવી છે. મેન્યુઅલ ફાઇલ મૂવમેન્ટ લગભગ દૂર થઈ ગઇ છેવિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બન્યું છેઅને પ્રોજેક્ટ્સને આયોજનથી અમલીકરણ સુધી પહોંચાડવાની ગતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

2900થી વધુ ડેટા લેયર્સનું ઇન્ટિગ્રેશન અને 2,400થી વધુ પ્રોજેક્ટ્સનું થયું રિયલ-ટાઇમ GIS મેપિંગ

પીએમ ગતિશક્તિ હેઠળ ગુજરાતે 1500થી વધુ રાજ્ય સ્તરીય અને 1400થી વધુ કેન્દ્રીય ડેટા લેયર્સ સહિત કુલ 2900થી વધુ ડેટા લેયર્સને એકીકૃત કરીને 2,400થી વધુ આગામી તેમજ ચાલુ પ્રોજેક્ટ્સનું GIS આધારિત રિયલ-ટાઇમ મેપિંગ કર્યું છે. તેમાં નર્મદા અને જળ સંસાધન વિભાગના 858ઊર્જા વિભાગના 795માર્ગ અને મકાન વિભાગના 422 તથા શહેરી વિકાસ વિભાગના 242 પ્રોજેક્ટ્સ સામેલ છે.

API તેમજ વેબ ફીચર સર્વિસ (WFS) આધારિત ડેટા એકીકરણના માધ્યમથી વિવિધ વિભાગોના ડેટાને રિયલ-ટાઇમ અપડેટ કરવાની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. તેનાથી પ્રોજેક્ટ્સના આયોજનમંજૂરી અને દેખરેખની પ્રક્રિયાઓ વધુ સચોટપારદર્શક અને અસરકારક બની છે.

આ ડિજિટલ પ્લાનિંગ મોડેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણોના સંકલનને સુધારવામાંપ્રોજેક્ટ અમલીકરણને વેગ આપવામાં અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે. ‘સાઉથ કોસ્ટલ કોરિડોર’ જેવા પ્રોજેક્ટ્સ માટેના સમય અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

83,000 હેંડપ્મપોના જિયો-ટેગિંગથી લઇને 14 નવી રાશનની દુકાનો સુધીપીએમ ગતિશક્તિથી નાગરિક સેવાઓમાં મોટો ફેરફાર

પીએમ ગતિશક્તિની અસર હવે સીધી નાગરિક સેવાઓમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડે 83,000 હેંડપમ્પ5000થી વધુ સમ્પ અને 3,000થી વધુ એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR)નું જિયો-ટેગિંગ કરીને જલ જીવન મિશન અને ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓના સંચાલનને ડિજિટલ કર્યું છેજેનાથી દેખરેખ અને સેવા વિતરણ વધુ અસરકારક બન્યું છે.

આ જ રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ‘ડાયનામિક ગેપ એનાલાઇઝર ટુલ’ મારફતે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓની જરૂરિયાતોની ઓળખ કરીને વર્ષ 2024-26 માટે 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને 5 સબ-સેન્ટર સ્વીકૃત કર્યા છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ પણ સ્પેશિયલ એનાલિસિસ ટુલ્સની મદદથી 15 વંચિત ગામો માટે 14 નવી વાજબી ભાવની દુકાનોને મંજૂરી આપી છે. આ ઉપરાંતશિક્ષણ વિભાગે પણ પીએમ પોષણ યોજના હેઠળ કેન્દ્રીયકૃત રસોડાઓ માટે યોગ્ય જમીન પસંદ કરવાની પ્રક્રિયાને કેટલાંક અઠવાડિયાઓમાંથી ઘટાડીને કેટલાંક કલાકોમાં જ પૂરી કરવાનું શક્ય બનાવ્યું છે.

દેશની પ્રથમ ‘ડિજિટલ રિઝર્વોયર મેનેજમેન્ટ સિસ્ટમ’ ગુજરાતમાં લાગુ

પીએમ ગતિશક્તિ પહેલ હેઠળ ગુજરાતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ ટેક્નોલોજી આધારિત સુશાસનનું નવું ઉદાહરણ આપ્યું છે. મત્સ્ય  વિભાગ દ્વારા પીએમ ગતિશક્તિ ગુજરાત પ્લેટફોર્મ મારફતે દેશની પ્રથમ ‘ડિજિટલ રિઝર્વોયર મેનેજમેન્ટ સિસ્ટમ’ વિકસિત કરવામાં આવી છેજેના થકી 1000થી વધુ જળાશયોનું એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ મેનેજમેન્ટ શક્ય બન્યું છે.

આ અત્યાધુનિક સિસ્ટમથી લીઝ મંજૂરી પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થયો છેમહેસૂલ વ્યવસ્થાપન વધુ પારદર્શક બન્યું છે અને સ્થાનિક માછીમારોની ભાગીદારી મજબૂત બની છે. વધુમાંજળચર સંસાધનોના ટકાઉ ઉપયોગ અને ટેક્નોલોજી-આધારિત જવાબદાર વહીવટને પ્રોત્સાહન આપીને ગુજરાતે ડિજિટલ ગવર્નન્સનું અસરકારક મોડેલ પ્રદર્શિત કર્યું છે.

જંબુસરમાં ₹3900 કરોડનો બલ્ક ડ્રગ પાર્ક બનશે નવું ઔદ્યોગિક હબ

પીએમ ગતિશક્તિ પહેલ હવે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપી રહી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા જંબુસરમાં ₹3,900 કરોડના ખર્ચે 815 હેક્ટર વિસ્તારમાં નિર્મિત થનારા ‘બલ્ક ડ્રગ પાર્ક’નું સંપૂર્ણ માસ્ટર પ્લાનિંગ પીએમ ગતિશક્તિ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્લેટફોર્મની મદદથી 15 કિલોમીટરના વિસ્તારનું ડિજિટલ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા રોડ કનેક્ટિવિટીઉપયોગિતાઓ અને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જરૂરિયાતોની સટીક ઓળખ કરવામાં આવી છે. પરિણામે આ પરિયોજનાની પ્રક્રિયા વધુ ઝડપી અને સંકલિત
બની છે.

રાજ્ય સરકારે આ પરિયોજનાના કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માર્ચ 2027 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પીએમ ગતિશક્તિ દ્વારા ડેટા આધારિત આ પ્લાનિંગ મોડલ ગુજરાતને દેશના અગ્રણી ફાર્મા ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરશે અને સાથોસાથ રોકાણરોજગાર અને ઔદ્યોગિક આત્મનિર્ભરતાને પણ મજબૂતી પ્રદાન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.