સ્વિસ બેન્કોમાં ભારતીયોના જમા નાણાં 8% ઘટી ૩૭ હજાર કરોડ
સ્વિસ નેશનલ બેંક એ આકડા જાહેર કર્યા
જોકે વ્યક્તિગત એકાઉન્ટમાં રહેલી જમા રકમ ૫૦ ટકા વધીને ૬૦૦૦ કરોડ ઉપર પહોંચી ગઇ
નવી દિલ્હી, સ્વિસ બેંકોમાં જમા ભારતીય નાણાં ૨૦૨૫ દરમિયાન ૮ ટકાથી વધુ ઘટીને ૩.૨૫ અબજ સ્વિસ ફ્રાંક (CHF) એટલે કે લગભગ ¹ રૂ. ૩૬,૭૯૩ કરોડ રહ્યા હતા. આ ઘટાડાનું મુખ્ય કારણ સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફતે રાખવામાં આવેલા નાણાંમાં થયેલો ઘટાડો છે તેમ સ્વિટ્ઝર્લેન્ડની મધ્યસ્થ બેંક દ્વારા ગુરુવારે જાહેર કરાયું હતું.પરંતુ વ્યક્તિગત તથા સંસ્થાકીય ગ્રાહકોના ખાતાઓમાં રહેલી જમા રકમમાં ૫૦ ટકાથી વધુનો નોંધપાત્ર વધારો થયો અને તે ૫૨૪ મિલિયન સ્વિસ ફ્રાંક (લગભગ રૂ. ૬,૦૦૦ કરોડ) સુધી પહોંચી.
તેમ છતાં, આ કુલ નાણાંના માત્ર લગભગ ૧૬ ટકા જેટલી જ હતી. કુલ નાણાંનો મોટો હિસ્સો ‘બેંકોને ચૂકવવાપાત્ર રકમ સ્વરૂપે હતો, એટલે કે અન્ય બેંકો અને નાણાકીય સંસ્થાઓ મારફતે રાખવામાં આવેલા નાણાં. આ રકમ વર્ષ દરમિયાન લગભગ ૧૫ ટકા ઘટવા છતાં ૨.૬ અબજ સ્વિસ ળાંક રહી હતી. ૨૦૨૫નો આ ઘટાડો ૨૦૨૪માં થયેલા ત્રણ ગણાં વધારા પછી આવ્યો છે, જ્યારે કુલ રકમ ૩.૫ અબજ સ્વિસ ળાંક સુધી પહોંચી હતી. ૨૦૨૧ પછીનો આ સૌથી ઊંચો આંકડો હતો; ૨૦૨૧માં સ્વિસ બેંકોમાં ભારતીય નાણાં ૩.૮૩ અબજ સ્વિસ ફ્રાંક સુધી પહોંચ્યા હતા, જે ૧૪ વર્ષનો સર્વાેચ્ચ સ્તર હતો. ૨૦૨૪નો વધારો મુખ્યત્વે સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફતે રાખવામાં આવેલા નાણાંમાં ભારે વધારાને કારણે થયો હતો.
આ આંકડા સ્વિસ બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (SNB) ને સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતીયોનું કથિત “કાળું નાણું” કેટલું છે તેનો અંદાજ દર્શાવતા નથી. ઉપરાંત, તેમાં ભારતીયો, એનઆરઆઈઓ અથવા અન્ય લોકો દ્વારા ત્રીજા દેશોની સંસ્થાઓના નામે સ્વિસ બેંકોમાં રાખવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી. ૨૦૨૫ના અંતે સ્વિસ બેંકોની ભારતીય ગ્રાહકો પ્રત્યેની કુલ જવાબદારી ૩,૨૫૦.૫ મિલિયન સ્વિસ ફ્રાંક હતી, જેમાં CHF ૫૨૪ મિલિયન ગ્રાહક જમા રકમ, CHF ૨.૬ અબજ અન્ય બેંકો મારફતે રાખવામાં આવેલા નાણાં, CHF ૧૮.૬ મિલિયન ફિડ્યુશિયરી અથવા ટ્રસ્ટ મારફતે (CHF ૪૧ મિલિયનથી ૫૫% ઘટાડો), CHF ૧૦૫.૭ મિલિયન બોન્ડ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય સાધનો સ્વરૂપે (CHF ૧૩૫ મિલિયનથી ઘટાડો) SNB આંકડા મુજબ, ૨૦૦૬માં સ્વિસ બેંકોમાં ભારતીય નાણાંનો કુલ આંકડો લગભગ ૬.૫ અબજ સ્વિસ ફ્રાંકના રેકોર્ડ સ્તરે હતો. ત્યારબાદ મોટાભાગે તેમાં ઘટાડો જોવા મળ્યો છે, જોકે ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪ જેવા કેટલાક વર્ષાેમાં વધારો નોંધાયો હતો.SS1
