Western Times News

Gujarati News

લવ સ્ટોરીમાં સકસેસ વિલન બની, શર્વરી અને સની કૌશલનું બ્રેક અપ

સની કૌશલની કરિઅર અટકી, શર્વરીની ચાલી

૨૦૨૦માં કબીર ખાનની મીની સિરિઝ ‘ધ ફરગોટન આર્મી-આઝાદી કે લિયે’ના સેટ પર સની અને શર્વરી પહેલીવાર મળ્યા હતા

મુંબઈ, શર્વરી વાઘ અને સની કૌશલ વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું હોવાની છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી અફવાઓ ફરી સપાટી પર આવી છે. ફિલ્મ કેરિયરમાં શર્વરી સની કરતાં વધારે સફળ થતાં બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયાનું કહેવાય છે. વિક્કી કૌશલનો નાનો ભાઇ સની કૌશલ છ વર્ષથી શર્વરી વાઘ સાથે ડેટિંગ કરતો હતો. દરમ્યાન સની કૌશલે પણ ફિલ્મોમાં સફળતા મેળવી પણ તેના ભાઇની જેમ તે ટોચનો હીરો બની શક્યો નથી. બીજી તરફ શર્વરી વાઘની કરિઅર તેજ ગતિએ આગળ વધી રહી છે. તેની મુંજ્યા હીટ નીવડી છે તો હવે થ્રીલર આલ્ફા આવી રહી છે.

સની કૌશલ એક દાયકાથી ફિલ્મ લાઇનમાં સંઘર્ષ કરી રહ્યો છે. ૨૦૧૮માં આવેલી ‘ગોલ્ડ’ અને ૨૦૨૧માં આવેલી ‘શિદ્દત’માં સનીના કામના વખાણ થયા હતા પણ તેના નસીબમાં તેના ભાઇ વિક્કીની ‘છાવા’ જેવી કોઇ જબરદસ્ત હીટ ફિલ્મ ન લખાઇ હોય તે આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે. ૨૦૨૦માં કબીર ખાનની મીની સિરિઝ ‘ધ ફરગોટન આર્મી-આઝાદી કે લિયે’ના સેટ પર સની અને શર્વરી પહેલીવાર મળ્યા હતા. સિરિઝ ચાલી નહીં અને તેમાં સનીને નુકશાન પણ થયું હોવાનું મનાય છે. દરમ્યાન શર્વરીની હાલમાં આવેલી ફિલ્મો સફળ થતાં તેની સ્ટારવેલ્યુ સની કરતાં અનેકગણી વધી ગઇ છે. બંને વચ્ચે આ મામલે ચણભણ થતાં બંને છેવટે છૂટાં પડી ગયા હતા. જો કે, સની અને શર્વરીએ કદી તેમના સબંધોને જાહેરમાં સ્વીકાર્યા નહોતા,ં બંને હમેંશા એકમેકના સારા દોસ્ત હોવાની જ વાતો કરતાં રહ્યા હતા. SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.