Western Times News

Gujarati News

નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે રાજ્યપાલ અને CM સફાઈ અભિયાનમાં જોડાયા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જાતે કચરો સાફ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

સ્વચ્છતા એ માત્ર બાહ્ય સફાઈ નથીપરંતુ તે એક જીવનશૈલી અને સંસ્કાર છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગ્રામજનોયુવાનો તમાકુગુટખાપાનમસાલાનું સેવન સદંતર બંધ કરી પૌષ્ટિક ખોરાક લે: નિર્વ્યસની અને સંસ્કારવાન બની ગામરાજ્ય અને દેશનું ગૌરવ વધારે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને ગ્રામજનો સાથે ઝાડુ વડે જાતે કચરો સાફ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવી જણાવ્યું કેસ્વચ્છતા એ માત્ર બાહ્ય સફાઈ નથીપરંતુ તે એક જીવનશૈલી અને સંસ્કાર છે. સ્વચ્છ ભારત એ રાષ્ટ્રનિર્માણનો પાયો છે. સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્ય‘ એ ન્યાયે સ્વચ્છતાથી સમાજ સ્વસ્થ બનશે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે. દરેક નાગરિકને પોતાની આસપાસના પરિસરને સ્વચ્છ રાખીને સ્વચ્છતા હી સેવાના મંત્રને ચરિતાર્થ કરવા અને સમૃદ્ધ તથા ગૌરવશાળી ભારતનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીનું મહત્વ જણાવી ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા હતા.

રાજ્યપાલશ્રીએ આછવણી ગામ સ્વચ્છ સુઘડ બનેગામમાં ભાઈચારોસંપએકતા જળવાઈ રહે એ માટે સામૂહિક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓ સ્વચ્છતાને સ્વભાવ બનાવે તેમજ ખુલ્લામાં શૌચ જતા ગ્રામજનો માટે દેશવ્યાપી સ્વચ્છતા આંદોલન ચલાવ્યું અને આજે દેશના કરોડો ઘરો શૌચાલયથી યુક્ત બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેઆછવણી ગામ સ્વચ્છ અને સુઘડ બને એ માટે સૌ સાથે મળીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપે. ગ્રામજનોને ટકોર કરતા કહ્યું કેગ્રામજનો અને ખાસ કરીને યુવાનો તમાકુગુટખાપાનમસાલાનું સેવન સદંતર બંધ કરી પૌષ્ટિક ખોરાક લે. નિર્વ્યસની અને સંસ્કારવાન બની ગામરાજ્ય અને દેશનું ગૌરવ વધારે.  વિકાસ અને સમૃદ્ધિની આકાંક્ષા જ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭‘ નું વિઝન સાકાર કરવામાં મદદરૂપ થશે.

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ગામના બે સ્વચ્છતા કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું.

સ્વચ્છતા ઝુંબેશમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયકધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈજિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીજિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણીજિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલપદાધિકારી-અધિકારીઓસ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.