Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને મળ્યો પ્રતિષ્ઠિત CII “GreenCo GOLD” રેટિંગ સન્માન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા ઇલેક્ટ્રિક લોકો શેડવટવાને પર્યાવરણીય શ્રેષ્ઠતા અને સતત વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ બદલ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) – ગ્રીન બિઝનેસ સેન્ટર (GBC) દ્વારા પ્રતિષ્ઠિત GreenCo GOLD Ratingથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સન્માન 18 જૂન, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા 15મા GreenCo Summit 2026 દરમિયાન વટવાના વરિષ્ઠ મંડળ મિકેનિકલ એન્જિનિયર શ્રી અશોક કુમારને અર્પણ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ સાથે વટવા શેડ દેશની અગ્રણી હરિત અને ટકાઉ સંસ્થાઓમાં સ્થાન પામ્યું છે.

અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક લોકો શેડવટવાને પ્રાપ્ત થયેલ પ્રતિષ્ઠિત CII GreenCo GOLD Rating સમગ્ર અમદાવાદ મંડળ તેમજ પશ્ચિમ રેલવે માટે ગૌરવની બાબત છે. આ સન્માન અમારા અધિકારીઓ અને કર્મચારીઓની પર્યાવરણ સંરક્ષણઊર્જા કાર્યક્ષમતા અને ટકાઉ વિકાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. વટવા શેડે નવીનતાસંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ અને હરિત ટેક્નોલોજીના સ્વીકાર દ્વારા એ સાબિત કર્યું છે કે શ્રેષ્ઠ કામગીરી અને પર્યાવરણીય જવાબદારી એકસાથે આગળ વધી શકે છે.”

 “ભારતીય રેલવે વર્ષ 2030 સુધી નેટ જીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય લઈને કાર્ય કરી રહી છે અને આ ઉપલબ્ધિ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મને વિશ્વાસ છે કે વટવા ઇલેક્ટ્રિક લોકો શેડની આ સફળતા ભારતીય રેલવેની અન્ય એકમો માટે પણ પ્રેરણારૂપ બનશે અને આપણે સૌ મળીને સુરક્ષિતસ્વચ્છહરિત અને સતત ભવિષ્યના નિર્માણમાં પોતાનું યોગદાન આપતા રહીશું.”

વિશેષ રૂપે પશ્ચિમ રેલવેમાં પ્રથમ વખત કોઈ ઇલેક્ટ્રિક લોકો શેડને આ પ્રતિષ્ઠિત Green Co GOLD Rating પ્રાપ્ત થઈ છેજે પર્યાવરણ સંરક્ષણ અને સતત વિકાસના ક્ષેત્રમાં પશ્ચિમ રેલવેની અગ્રણી ભૂમિકાને દર્શાવે છે.

Green Co Rating ભારતની પોતાની પ્રકારની પ્રથમ એવી મૂલ્યાંકન પ્રણાલી છેજે કોઈ સંસ્થાના પર્યાવરણીય પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. તેના અંતર્ગત ઊર્જા કાર્યક્ષમતાજળ સંરક્ષણનવીનીકરણીય ઊર્જાગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનકચરા વ્યવસ્થાપનસામગ્રી સંરક્ષણ અને પુનઃચક્રણહરિત આપૂર્તિ શૃંખલાહરિત ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇકોલોજી તથા પર્યાવરણીય નવીનતા જેવા વિવિધ માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. GOLD Rating આ પ્રણાલી અંર્તગત આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે.

ઊર્જા કાર્યક્ષમતા અને સ્વચ્છ ટ્રેક્શન

ઇલેક્ટ્રિક લોકો શેડવટવાએ ડીઝલ આધારિત કામગીરીમાંથી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ટ્રેક્શન તરફ પરિવર્તન કરીને વર્ષ 2022-23 દરમિયાન 1.88 કરોડ લિટરથી વધુ ડીઝલ (HSD)ના વપરાશને શૂન્ય સુધી પહોંચાડ્યોજેના પરિણામે Scope-1 ઉત્સર્જનમાં લગભગ 100 ટકા ઘટાડો નોંધાયો. કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે માટે એસેમ્બલી બેમાં લોંગ-ટ્યુબ ડેલાઇટ હાર્વેસ્ટિંગ (Brillantor) સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત પરંપરાગત પંખાઓના સ્થાને 5-સ્ટાર રેટેડ BLDC પંખા, CFL અને હેલોજન લાઇટોના સ્થાને LED લાઇટોઓક્યુપન્સી સેન્સર અને એસ્ટ્રોનોમિકલ ટાઈમરનો ઉપયોગ કરીને ઊર્જા બચત સુનિશ્ચિત કરવામાં આવી છે.

જળ સંરક્ષણ માટે નવીન પહેલ

વર્ષા જળ સંચય અને ભૂગર્ભ જળ પુનર્ભરણ પ્રણાલીણના માધ્યમથી દર વર્ષે લગભગ 20.5 લાખ લિટર પાણીનું પુનર્ભરણ કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી છે. લોકોમોટિવના વિન્ડશીલ્ડ વોશર સિસ્ટમમાં નવીન ફેરફારો તથા જળવિહોણા યુરિનલની વ્યવસ્થાના માધ્યમથી પાણીની બચત અને લોકો પાયલોટોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ગંદા પાણી અને શુદ્ધિકૃત પાણીના નિકાલને શૂન્ય સુધી લાવી તાજા પાણીના વિશિષ્ટ વપરાશમાં સતત ઘટાડો નોંધાયો છે.

નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન

અમદાવાદ મંડળમાં આશરે 1,863 કિલોવોટ પીક (kWp) ક્ષમતાના સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છેજેના દ્વારા દર વર્ષે અંદાજે 24.22 લાખ યુનિટ સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉપરાંત વટવા શેડ માટે સમર્પિત રૂફટોપ સોલાર પ્રોજેક્ટ પણ પ્રસ્તાવિત છે. આથી ભારતીય રેલવેના વર્ષ 2030 સુધી નેટ જીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને વધુ મજબૂતી મળી રહી છે.

ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો

Scope-1, Scope-2 અને Scope-3 હેઠળ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની તીવ્રતામાં દર વર્ષે સતત ઘટાડો નોંધાયો છે. 800થી વધુ જીવંત વૃક્ષોના સંરક્ષણ અને નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન દ્વારા કાર્બન ઑફસેટને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

કચરા વ્યવસ્થાપન અને સામગ્રી સંરક્ષણ

“Zero Waste to Landfill” અભિગમ અપનાવી સ્ત્રોત સ્તરે કચરાનું વિભાજનઅધિકૃત રિસાયક્લિંગ એજન્સીઓ દ્વારા તેનો નિકાલ તથા ISO 14001 અને ISO 50001 પ્રમાણિત વ્યવસ્થાપન પ્રણાલીઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. વાર્ષિક સરેરાશ વપરાશ (AAC)ની સમીક્ષા અને સ્પેર પાર્ટ્સના પુનઃઉપયોગ દ્વારા દર વર્ષે અંદાજે ₹38 લાખની બચત સુનિશ્ચિત કરવામાં આવી છે.

હરિત પુરવઠા શૃંખલા અને નવીનતા

ગ્રીન પ્રમાણિત વિક્રેતાઓ પાસેથી ખરીદીપેકેજિંગમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ તથા પેકિંગ કચરાના પરત સંગ્રહ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. શેડ દ્વારા વિકસાવવામાં આવેલા એક સુધારાને RDSO દ્વારા અપનાવવામાં આવ્યો છે તેમજ રેલવે બોર્ડની ઇલેક્ટ્રિક લોકોમોટિવ કેબિન અપગ્રેડેશન સ્પર્ધામાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ઉપરાંત સલામતી અને ઉત્પાદકતા વધારતા અનેક નવીન ઉપાયો પણ વિકસાવવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રિક લોકો શેડવટવાને પ્રાપ્ત થયેલી આ GreenCo GOLD Rating ત્યાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓના સામૂહિક પ્રયાસોપ્રતિબદ્ધતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ પશ્ચિમ રેલવે અને ભારતીય રેલવેની સતત વિકાસ તથા વર્ષ 2030 સુધી નેટ જીરો કાર્બન ઉત્સર્જન બનવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.