અમદાવાદથી કોલંબોની સફર હવે બની વધુ સરળ – સીધી ફ્લાઇટથી મુસાફરી માત્ર ૩ કલાક ૪૦ મિનિટમાં
-
અમદાવાદથી કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ થઈ-જાણો કેવી રીતે ‘શ્રીલંકા’ના પ્રવાસને બનાવે છે મનોરંજક
-
ફિટ્સએર દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ –રામાયણ ટ્રેલ અને હેરિટેજ ટુરિઝમ ગુજરાતીઓને આકર્ષશે.
અમદાવાદ, ૧૯ જૂન ૨૦૨૬: ગુજરાતના પ્રવાસીઓ માટે શ્રીલંકા હવે સૌથી સરળ આંતરરાષ્ટ્રીય લક્ઝરી પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયું છે. ૧૯ જૂન ૨૦૨૬થી, શ્રીલંકાની પ્રથમ ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન ‘ફિટ્સએર’ (FitsAir) અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે, જે માત્ર ૩ કલાક અને ૪૦ મિનિટમાં પ્રવાસીઓને આ ટાપુ રાષ્ટ્ર સુધી પહોંચાડશે.
View this post on Instagram
સિનામોન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ (Cinnamon Hotels & Resorts), સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા (City of Dreams Sri Lanka) અને વોકર્સ ટૂર્સ (Walkers Tours) ના સહયોગથી શરૂ કરાયેલો આ નવો રૂટ ગુજરાતના પ્રવાસીઓ માટે શ્રીલંકાના અનુભવને નવો વળાંક આપશે. આ ફ્લાઇટ લક્ઝરી વીકેન્ડ્સ, ફેમિલી હોલિડે, ડેસ્ટિનેશન વેડિંગ, મનોરંજન પ્રવાસો, વેલનેસ રીટ્રીટ્સ અને અચાનક પ્લાન કરેલા ઇન્ટરનેશનલ વેકેશન માટે ઉત્તમ સાબિત થશે.
(તસવીરમાં ડાબેથી જમણે: શ્રી પલક શાહ – વાઇસ પ્રેસિડેન્ટ સેલ્સ, સિનામોન કોલંબો હોટેલ્સ; શ્રી નલકા અમરતુંગા – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ સેક્ટર – જોન કીલ્સ હોલ્ડિંગ્સ; શ્રી રાકેશ આર. શાહ – ગુજરાત રાજ્યમાં શ્રીલંકાના માનદ કોન્સ્યુલ અને GSEC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર; શ્રી સનથ જયસૂર્યા – ભૂતપૂર્વ ક્રિકેટર; શ્રી કમલ મુનાસિંઘે – સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, કોલંબો હોટેલ્સ, સિનામોન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ અને જનરલ મેનેજર, સિનામોન લાઇફ એટ સિટી ઓફ ડ્રીમ્સ)

આ લોન્ચિંગ અંગે વાત કરતા સિનામોન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના કોલંબો હોટેલ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાના જનરલ મેનેજર કમલ મુનાસિંઘેએ જણાવ્યું હતું કે: “ભારતીય પ્રવાસીઓ હવે એવા આંતરરાષ્ટ્રીય સ્થળોની શોધમાં છે જ્યાં સરળતાથી પહોંચી શકાય અને પ્રીમિયમ અનુભવ પણ મળે. આ નવો રૂટ ગુજરાતના પ્રવાસીઓને કોલંબો અને સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકાનો અનુભવ પહેલા કરતાં વધુ સુવિધાજનક રીતે માણવાની તક આપશે.”
ફિટ્સએરના ડિરેક્ટર અમ્માર કાસિમે ઉમેર્યું હતું કે: “અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી કનેક્ટિવિટી શરૂ કરતા અમને ખૂબ જ આનંદ થાય છે. આ રૂટ પ્રવાસીઓને સીમલેસ અને આરામદાયક પ્રવાસ પ્રદાન કરવા સાથે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને મજબૂત કરવા માટે તૈયાર કરાયો છે.”
મુસાફરીના સમયમાં ઘટાડો, લાંબા લે-ઓવર (રોકાણ)ની મુક્તિ, ખાસ તૈયાર કરાયેલા ટ્રાવેલ પેકેજો અને UPI પેમેન્ટ્સ જેવી વધતી જતી પ્રવાસ સુવિધાઓને કારણે ભારતીય પ્રવાસીઓ માટે કોલંબો હવે સૌથી આકર્ષક ટૂંકા ગાળાનું આંતરરાષ્ટ્રીય સ્થળ બની રહ્યું છે.
ભારત અને શ્રીલંકા ઊંડા સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સંબંધો ધરાવે છે. હેરિટેજ ટુરિઝમ અને રામાયણ ટ્રેલ પ્રત્યે વધતી જતી રુચિએ ભારતીય પ્રવાસીઓ, ખાસ કરીને ગુજરાતના પરિવારોમાં શ્રીલંકાનું આકર્ષણ વધાર્યું છે. સાંસ્કૃતિક જોડાણની સાથે કોલંબો આજે લક્ઝરી હોસ્પિટાલિટી, શોપિંગ, નાઇટલાઇફ, દરિયા કિનારા, ઉત્તમ ભોજન અને મનોરંજનના અનુભવોનું અદભુત મિશ્રણ પૂરું પાડે છે.
આ પરિવર્તનના કેન્દ્રમાં ‘સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા’ છે, જે દક્ષિણ એશિયાનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ રિસોર્ટ ડેસ્ટિનેશન છે. તે એક જ આઇકોનિક સરનામે પ્રવાસીઓને હોસ્પિટાલિટી, એન્ટરટેઇનમેન્ટ, ડાઇનિંગ, નાઇટલાઇફ, લાઇફસ્ટાઇલ અને લગ્નો કે સામાજિક મેળાવડા જેવી મોટી ઇવેન્ટ્સ ઉજવવાની તક આપે છે.
FitsAir has launched direct flights between Ahmedabad and Colombo from June 19, 2026. The new route cuts travel time to just 3 hours 40 minutes and offers easy access to City of Dreams Sri Lanka, luxury resorts, family holidays, weddings, and wellness retreats.
