Western Times News

Gujarati News

એરબસ, બોઇંગ અને લોકહીડ માર્ટિન જેવા વૈશ્વિક જાયન્ટ્સ સાથે ભાગીદારી કરીને ટાટાએ ભારતને બનાવ્યું ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ

File Photo

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતિક વડોદરા સ્થિત ‘ટાટા એડવાન્સ સિસ્ટમ્સ’

ભારતની સંરક્ષણ ક્રાંતિમાં વડોદરામા બનેલા પ્રથમ સ્વદેશી C-295ના સફળ પરીક્ષણ ઉડાન દ્વારા લખાયો નવો અધ્યાય હવાઈ સંરક્ષણથી લઈને સરહદ સુરક્ષા સુધી ‘ટાટાનું કવચ’  ભારતીય સેનાને બનાવી રહ્યું છે વધુ સક્ષમ અને આધુનિક

વડોદરા,તા.૨૩: ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છેજેમાં વડોદરા શહેરમા સ્થિત ટાટા ગૃપની ‘ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ’ (TASL) દેશના ડિફેન્સ અને એરોસ્પેસ ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. વૈશ્વિક ટેક્નોલોજી અને ભારતીય કૌશલ્યના સમન્વય માટે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો દ્વારા અનેક ભારતીય કંપનીઓ આજે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

વડોદરા સ્થિત ટાટા એડવાન્સ સિસ્ટમ્સના મેન્યુફેક્ચરિંગ પોર્ટફોલિયો અને વ્યૂહાત્મક ભાગીદારીમાં વિવિધ પ્રોજેક્ટની મહત્વની ભુમિકા રહી છે. જેમાં ઐતિહાસિક એરબસ C295 પ્રોજેક્ટવૈશ્વિક એરોસ્ટ્રક્ચર્સ સપ્લાય ચેઈન,અત્યાધુનિક સ્વદેશી હથિયારોનું નિર્માણગ્લોબલ લેન્ડ મોબિલિટી અને એક્સપોર્ટ અને હાલ સૌથી વધારે ટ્રેંડિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે નવીનતમ ડ્રોન ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વના પ્રોજેક્ટસ તૈયાર કરી દેશને ડિફેન્સ અને એરોસ્પેસ ઉદ્યોગમાં આગળ ધપાવ્યું છે.

ભારતના નાગરિક અને સૈન્ય ઉડ્ડયનના ઇતિહાસમાં પ્રથમ વખતટાટા એરબસ સાથે મળીને લશ્કરી પરિવહન વિમાનોનું નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં જ કરી રહી છે. તાજેતરમાં જ એરબસ અને ટાટાની ભાગીદારી હેઠળ વડોદરામાં એસેમ્બલ થયેલા દેશના પ્રથમ ‘Made in India’ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે આકાશમાં પોતાની સફળ પરીક્ષણ ઉડાન ભરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સફળ ટેસ્ટ ફ્લાઇટ સાથે જ વડોદરા દેશના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું એક નવું પાવરહાઉસ બનીને ઉભરી આવ્યું છે. આ પ્રોજેક્ટ દેશની એરોસ્પેસ ઇકોસિસ્ટમ માટે માઇલસ્ટોન સાબિત થયો છે.

આ ઉપરાંત ભારતીય સેના માટે અત્યંત ઘાતક ગણાતી આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS), એડવાન્સ રડારમિસાઇલ લોન્ચર્સ અને કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ્સના ડિજિટલ નેટવર્કનું નિર્માણ કરીને કંપનીએ સેનાને ડિજિટલી સજ્જ કરી છે.

*ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સે એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને ટેસ્ટિંગ ક્ષમતાઓમાં વધારો કર્યો*

ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા એરક્રાફ્ટની સુરક્ષા અને ઓપરેશનલ સજ્જતા સુનિશ્ચિત કરવા માટે અનુસરવામાં કડક પ્રક્રિયાઓ પર ભાર મુકવામાં આવે છે. એરક્રાફ્ટને કામગીરી માટે મંજૂરી આપવામાં આવે તે પહેલાં તેની વ્યાપક મિકેનિકલ તપાસ અને પદ્ધતિસરનું નિરીક્ષણ કરવામાં આવે છે. જાળવણી પ્રક્રિયામાં મિકેનિકલ સ્થિતિનું વિગતવાર પરીક્ષણઓટોમોટિવ અને સપોર્ટ ઇક્વિપમેન્ટનું નિરીક્ષણ અને તમામ જટિલ ઘટકોની કામગીરી ચકાસવા માટે ત્રણ-તબક્કાની સિસ્ટમ ચેકનો સમાવેશ થાય છે.

આ નિરીક્ષણો પછીસિસ્ટમની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે એરક્રાફ્ટનું વ્યાપક ગ્રાઉન્ડ ટેસ્ટિંગ કરવામાં આવે છે. એકવાર ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય પછીએરક્રાફ્ટ ફ્લાઇટ ટેસ્ટિંગ તબક્કા તરફ આગળ વધે છેજ્યાં વાસ્તવિક ઉડ્ડયન પરિસ્થિતિઓ હેઠળ તેની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

એરક્રાફ્ટ ૮૦૦૦ કિ.ગ્રા સુધીનો કાર્ગો સામાન લઈ જવાની ક્ષમતા ધરાવે છેજે તેને લોજિસ્ટિકલ અને ઓપરેશનલ જરૂરિયાતોની વિશાળ શ્રેણી માટે યોગ્ય બનાવે છે. માળખાગત પરીક્ષણ અને જાળવણી પ્રક્રિયાઓ સુરક્ષાકાર્યક્ષમતા અને મિશન સજ્જતાના ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કરે છે.

આ ઉપરાંત સરહદો પર સૈનિકોની સુરક્ષા માટે વિશેષ આર્મર્ડ વ્હીકલ્સ વિકસાવવાની સાથે ટાટાએ તાજેતરમાં જ મોરોક્કો અને આર્મેનિયા જેવા દેશોમાં ૪,૦૦૦ થી વધુ સૈન્ય વાહનોની સફળતાપૂર્વક નિકાસ કરીને વૈશ્વિક બજારમાં ભારતનું નામ રોશન કર્યું છે. આટલુ જ નહીબદલાતા યુદ્ધના માહોલને ધ્યાનમાં રાખીને ટાટાએ સ્વદેશી આત્મઘાતી ડ્રોન વિકસાવ્યા છેજે દુશ્મનના વિસ્તારમાં ચોક્કસાઈપૂર્વક ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાત સરકારે રાજ્યના સંતુલિત વિકાસ માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના મોડલને હવે સ્થાનિક સ્તરે વિસ્તરણ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે દેશના સંરક્ષણ ક્ષેત્રને આયાત પર નિર્ભર રાખવાને બદલે સ્વનિર્ભર બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા સ્વ.શ્રી રતન ટાટાના વિઝનને સાકાર કરતી આ કંપની આજે ૭,૯૦૦ થી વધુ કુશળ એન્જિનિયરોની ટીમ સાથે દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કવચ પૂરું પાડી રહી છે. ફક્ત વડોદરા જિલ્લામાં જ કુલ-૨૫૦થી વધુ યુવાનોને સ્થાનિક રોજગારી આપી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરી રહ્યા છે.

જુન માસની તા.૨૯ અને ૩૦ તારીખે વડોદરા શહેરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમીટ યોજાવાની છેતેવા સમયે વિકસિત ભારત @૨૦૪૭‘ ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ટાટા એડવાન્સ સિસ્ટમ્સ સહિત વડોદરા જિલ્લાની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.