પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય થયું
ભારત પર મોટું સંકટ ? નાસાએ ડરાવ્યા !
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ ૧૯૯૭માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને ‘ગોડઝિલા અલ નીનો’ નામ આપવામાં આવ્યું હતું
નવી દિલ્હી,અમેરિકી અંતરિક્ષ એજન્સી ‘નાસા’ ના સેટેલાઇટ ડેટા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં એક અત્યંત શક્તિશાળી ‘અલ નીનો’ સક્રિય થઈ રહ્યો છે. નાસાના સેન્ટિનલ-૬ માઈકલ ળેલિચ સેટેલાઈટે નોંધ્યું છે કે, ભૂમધ્ય રેખા નજીક સમુદ્રની સપાટી સામાન્ય કરતાં ઘણી ઊંચી છે, જે દર્શાવે છે કે, સમુદ્રની નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે. આ વૈશ્વિક હવામાન પરિવર્તનની સીધી અસર ભારતના ચોમાસા અને અર્થતંત્ર પર પડી શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ ૧૯૯૭માં આવેલા ભયાનક અલ નીનો જેવી જ છે, જેને ‘ગોડઝિલા અલ નીનો’ નામ આપવામાં આવ્યું હતું. નાસાની લેબે ૮ જૂનની સ્થિતિનો એક નકશો જાહેર કર્યાે છે, જેમાં લાલ રંગ દરિયાની સપાટીમાં થયેલો જોખમી વધારો દર્શાવે છે. આ આબોહવા પરિવર્તન આગામી સમયમાં વિશ્વભરમાં મોટો પ્રભાવ પાડી શકે છે.આ અલ નીનોને કારણે આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં મોટો વધારો થશે અને વરસાદની પેટર્ન બદલાઈ જશે.
હવામાન સંગઠનોનું માનવું છે કે, આ છેલ્લા ૧૫૦ વર્ષમાં સૌથી મજબૂત અલ નીનો હોઈ શકે છે. જો આના કારણે ભારતનું ચોમાસું નબળું પડશે, તો દેશના કૃષિ ક્ષેત્ર અને આશરે ૪ ટ્રિલિયન ડોલરની ભારતીય અર્થવ્યવસ્થા પર તેની ગંભીર નકારાત્મક અસરો જોવા મળી શકે છે.SS1
