Western Times News

Gujarati News

“જ્યાં એકબીજા સાથે દેવતુલ્ય વ્યવહાર કરવામાં આવતો હોય છે, ત્યાં જ સ્વર્ગનું નિર્માણ થાય છે”

પુત્રવધૂઓ સાથે માત્ર દીકરી જેવો નહીંપણ આંખ અને પાંપણ જેવો સંબંધ રાખવો કુસંગરૂપી મંથરાથી પોતાના પરિવારને હંમેશા સુરક્ષિત રાખવો-આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે સંબંધોની કોમળતા અને સંસ્કારોનું મહત્વ સમજાવ્યું

ગાંધીનગર, ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાના ચોથા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ-જાનકી વિવાહ બાદ અયોધ્યા વાપસીરાજ્યાભિષેકની તૈયારીઓ અને પરિવારિક મૂલ્યો પર સવિસ્તાર પ્રવચન આપ્યું હતું.

આચાર્યશ્રીએ રાજા દશરથ અને ત્રણેય રાણીઓના સંવાદનો પ્રસંગ વર્ણવતા જણાવ્યું હતું કેજ્યારે પુત્રવધૂઓનું અયોધ્યા આગમન થયું ત્યારે રાજા દશરથે રાણીઓને ઉપદેશ આપ્યો કેપુત્રવધૂઓ સાથે માત્ર દીકરી જેવો નહીંપરંતુ આંખ અને પાંપણ વચ્ચે જેવો સંબંધ છે તેવો વ્યવહાર રાખવો.

જેવી રીતે પાંપણ આંખને અત્યંત કોમળ સ્પર્શ કરે છે અને રક્ષણ આપે છેતેવી જ કોમળતાથી પરિવારના સભ્યોએ એકબીજા સાથે વ્યવહાર કરવો જોઈએ. આચાર્યશ્રીએ અપીલ કરી હતી કેમાત્ર પુત્રવધૂ પર જ ઘરની જવાબદારી ન નાખવીસાસુ-સસરા અને પતિએ પણ સંબંધોને નિભાવવા માટે સમાન પ્રયાસ કરવા જોઈએજેનાથી પરિવારમાં ભંગાણ ન પડે.

કથા દરમિયાન તેમણે સમજાવ્યું કેસ્વર્ગ કોઈ આકાશમાં નથીપરંતુ જે ઘરમાં લોકો એકબીજાનો આદર કરે છે અને પ્રેમથી રહે છેતે ઘર જ સ્વર્ગ સમાન છે. તેમણે કહ્યું કેજ્યાં એકબીજા સાથે દેવતુલ્ય વ્યવહાર કરવામાં આવતો હોય છેત્યાં સ્વર્ગનું નિર્માણ થાય છે.

મહારાજા દશરથ દ્વારા રાજસભામાં શ્રીરામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ લાવવામાં આવતા અયોધ્યાવાસીઓમાં આનંદની લહેર દોડી ગઈ હતી. આ પ્રસંગે આચાર્યશ્રીએ સમયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કેશુભ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ. જે કામ આજે કરવાનું છે તે અત્યારે જ કરી લેવું જોઈએકારણ કે કાલ આવશે ત્યારે સમય હાથમાંથી નીકળી ગયો હશે. તેમણે સત્સંગ અને કુસંગનો તફાવત સમજાવતા મંથરાને કુસંગનું પ્રતીક ગણાવી તેનાથી પોતાના પરિવારને હંમેશા સુરક્ષિત રાખવો જોઈએ તેમ ઉમેર્યું હતું.

ભજન અને રામચરિત માનસની ચોપાઈઓના ગાન દ્વારા આચાર્યશ્રીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જય શ્રી રામના નાદથી સમગ્ર લોકભવનનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલરાજ્યસભા સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયામુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ તથા ધર્મનંદન ડાયમંડના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલે દીપ પ્રાગટય તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું.

લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીપૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલસુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર ડૉ. જગદીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને નગરજનોએ ઉપસ્થિત રહી શ્રીરામકથાનું રસપાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.