Western Times News

Gujarati News

કોણ છે હરપ્રીત સિંહ તલવાર? જે મુંદ્રા પોર્ટ પર પકડાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સ કેસ સાથે સંડોવાયેલો છે

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા

  • Mundra Port Drugs Case: ૨૧,૦૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં મની લોન્ડરિંગ મામલે દિલ્હીમાં EDના દરોડા

  • મુન્દ્રા ડ્રગ્સ કેસમાં EDની મોટી કાર્યવાહી, હરપ્રીત સિંહ તલવાર સહિતના ઠેકાણાઓ પર તપાસ

  • Mundra Drugs Case ED Raids: દિલ્હીમાં ૫ સ્થળો પર EDની રેડ, ૩૦૦૦ કિલો હેરોઇનની કમાણીના રોકાણની તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી, દેશના સૌથી મોટા ડ્રગ્સ કેસોમાંથી એક ગુજરાતના મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ઈડી એ બુધવારે દિલ્હીમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમોએ દિલ્હીમાં પાંચ અલગ-અલગ સ્થળો પર તાબડતોડ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી લગભગ ૨૧,૦૦૦ કરોડની કિંમતના ૩,૦૦૦ કિલો ડ્રગ્સની તસ્કરી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક અને તેના દ્વારા થયેલી કમાણીના રોકાણને લઈને કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓને આ કેસમાં કેટલીક અત્યંત ચોંકાવનારી માહિતી મળી હતી, જેના આધારે આ એક્શન લેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડ્રગ્સની તસ્કરી દ્વારા કમાયેલા કાળા નાણાંને ક્્યાં-ક્્યાં વ્હાઈટ કરવામાં આવ્યા તેની ઇડી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય તપાસ એજન્સીને પૂરી શંકા છે કે ડ્રગ્સના આ ગેરકાયદે ધંધામાંથી થયેલી મોટી કમાણીને દિલ્હીના નામાંકિત નાઈટ ક્લબોમાં ઈનવેસ્ટ કરવામાં આવી હતી.

ઈડીના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે પાડવામાં આવેલા આ દરોડાનો મુખ્ય ફોકસ આ કેસ સાથે જોડાયેલા બે મોટા પાત્રો પર રહ્યો હતો. ઈડ્ઢએ હરપ્રીત સિંહ તલવાર, શમ્સુદ્દીન અને તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા પરિસરો પર દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આરોપી હરપ્રીત સિંહ તલવારની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે તાજેતરમાં જ જામીન પર બહાર આવ્યો હતો.

આ સમગ્ર મામલો ભારતીય ઈતિહાસમાં ડ્રગ્સના સૌથી મોટા જથ્થાની જપ્તી સાથે જોડાયેલો છે. ગુજરાતના મુંદ્રા પોર્ટ પર તપાસ એજન્સીઓએ એક મોટા ઓપરેશન હેઠળ અંદાજે ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ વિશાળ જથ્થાની કિંમત લગભગ ૨૧,૦૦૦ કરોડ આંકવામાં આવી હતી. એનઆઈએની સાથે-સાથે ઈડ્ઢ પણ મની લોન્ડરિંગના અેંગલથી આ કેસની તપાસ કરી રહી છે.

કોંગ્રેસે ૨૦૨૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મુદ્દાને લઈને ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મુંદ્રા પોર્ટ અને ગુજરાતના અન્ય બંદરો પરથી સતત મળી રહેલા ડ્રગ્સના મોટા જથ્થા અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં વ્યાપાર કરવાની સરળતાને બદલે ઈઝ ઓફ ડુઈંગ ડ્રગ બિઝનેસ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ત્રણ વારમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું. કાયદો અને વ્યવસ્થાના આ રીતે લીરેલીરા ઉડવા છતાં વડાપ્રધાન આખરે ક્્યાં સુધી ચૂપ રહેશે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.