‘ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે’: માધુરી અશનીર ગ્રોવર
‘રજનીકાંત, બોમન ઈરાની, ઓપ્રા વિનળે, ચાર્લી ચેપ્લિન અને કલ્પના સરોજ જેવા લોકો પણ એક સમયે ગરીબ હતા
પત્ની માધુરીના નિવેદનની અશનીર ગ્રોવરે કરી તરફેણ
મુંબઈ,ભારતપે ના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવર અને તેમના પત્ની માધુરી જૈન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે ચર્ચાનું કારણ કોઈ બિઝનેસ ડીલ નથી, પરંતુ વસતી, અમીરી-ગરીબી અને પરિવાર નિયોજનને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શરૂ થયેલી એક તીખી ચર્ચા છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે માધુરી જૈને રિયાલિટી શો ‘લોક અપ ૨’માં પોતાને એલિમિનેશનથી બચાવવા માટે એક પર્સનલ વાત શેર કરી અને સાથે જ એક વિવાદાસ્પદ ટિપ્પણી પણ કરી દીધી.માધુરીએ કહ્યું કે, ‘હું અને અશનીર ત્રીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે.’
આ સાથે જ તેણે એવું પણ કહી દીધું કે, ‘અમીર લોકો વધુ બાળકો પેદા કરશે તો અમીરી વધશે અને ગરીબ લોકો વધુ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે.’ તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવાદ વકર્યાે છે.
માધુરીના આ નિવેદન પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નલિની ઉનાગર એ અશનીર ગ્રોવરને ટેગ કરીને સીધો ઘેર્યાે છે. નલિનીએ લખ્યું કે, ‘જો ગરીબ લોકોના વધુ બાળકો હોવાથી ગરીબી વધતી હોય, તો તમે તમારી લગભગ ૯૦૦ કરોડની સંપત્તિ ૧,૮૦૦ પરિવારોમાં દાન કરી દો (દરેકને ૫૦ લાખ). તે પરિવારો પોતાના ૩,૨૦૦ બાળકોને ખુશી-ખુશી ઉછેરી શકશે. તમે માત્ર બે બાળકો માટે ૯૦૦ કરોડ કેમ રાખી રહ્યા છો?
બધી સંપત્તિ દાન કરીને હિમાલય ચાલ્યા જાઓ અને સંન્યાસી બની જાઓ.’પોતાના બેબાક અંદાજ માટે જાણીતા અશનીર ગ્રોવરે પત્નીની તરફેણ કરતા તીખો અને કરારો જવાબ આપ્યો છે. અશનીરે લખ્યું કે, ‘ભીખ / ચંદો માંગવાની આ રીત થોડી કેઝ્યુઅલ છે. પત્નીએ ઓલરેડી જ્ઞાન આપી જ દીધું છે – આટલામાં આટલું જ મળશે.’અશનીરની આ ‘કેઝ્યુઅલ’ વાળી કમેન્ટ પર આજે નલિનીએ ફરી પ્રતિક્રિયા આપતા કેટલાક દિગ્ગજ મહાનુભાવોના નામ ગણાવ્યા.
નલિનીએ લખ્યું કે, ‘રજનીકાંત, બોમન ઈરાની, ઓપ્રા વિનળે, ચાર્લી ચેપ્લિન અને કલ્પના સરોજ જેવા લોકો પણ એક સમયે ગરીબ હતા. તેમના માતા-પિતાએ તેમને જન્મ આપ્યો, ત્યારે જ તેઓ આજે આ દુનિયામાં છે. ગરીબ હોવાનો અર્થ એ નથી કે તેઓ બાળકો પેદા ન કરે. કેટલાક લોકો આગળ વધે છે, કેટલાક નથી વધતા. બધો ખેલ માઈન્ડસેટ અને સ્કિલનો છે. જો અમીર બાળકોમાં સ્કિલ નહીં હોય, તો તેમની આગામી પેઢી ફૂટપાથ પર આવી જશે.
