Western Times News

Gujarati News

શ્વેતા તિવારીના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

શ્વેતા તિવારીની સુંદરતાથી તેના ચાહકો પરિચિત ૪૫ વર્ષીય શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને પોતાના ગ્લેમરસ અંદાજના લીધે હંમેશાં ચર્ચામાં રહે છે

મુંબઈ,  ટેલિવિઝન જગતની સુંદર અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતાથી તેના ચાહકો પરિચિત છે. ૪૫ વર્ષીય શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને પોતાના ગ્લેમરસ અંદાજના લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. શ્વેતાની ફિટનેસ એટલી ગજબ છે કે તે હજી પણ ૩૦ વર્ષની યુવતી જેવી દેખાય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા પછી તેના પર કમેન્ટ કરતા થાકતા નહોતા.બ્લેક મોનોક્રોમ લુક લોકોએ પસંદ પણ કર્યાે હતો.

શ્વેતાના આ ઓલ બ્લેક આઉટફીટને મોડર્ન ટેલર્ડ સિલહૂટ સાથે સ્ટાઇલ કરવામાં આવ્યો હતો. ફૂલ સ્લીવ ટોપ અને ડ્રેપ્ડ સ્કર્ટનું કોમ્બિનેશન સુંદર લાગી રહ્યું હતું. જોકે, આ લૂકમાં શ્વેતા બ્યુટી ઈન બ્લેક લાગી રહી હોવાની પણ કમેન્ટ કરી હતી. પોતાની દીકરીને પણ ટક્કર આપનારી શ્વેતાએ સોફ્ટ વેવી હેર અને ન્યૂડ મેકઅપ લુક કેરી કર્યાે છે. એકટ્રેસનો આ લુક ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગી રહ્યો છે. તમે પણ જો કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશનના ઓકેશન માટે આઉટફિટ શોધી રહ્યા હોવ તો શ્વેતાના આ લુકથી ઇન્સ્પિરેશન લઇ શકો છો.

શ્વેતાના કલોઝ અપ લૂકને જોતા તેનો ચહેરાના ફીચર ખૂબ સાઈની નજર આવી રહ્યા છે, જેમાં તેની શાર્પ આઈલાઈનર, મેકઅપનો બેઝ અને ન્યૂડ લિપ્સ સમગ્ર લુકને પૂર્ણ કરે છે. તેણે ગળામાં પહેરેલું સુંદર ગોલ્ડ ચોકર રોયલ ફીલ આપે છે, જેમાં મેચિંગ ઈયરરિંગ્સનું ઉત્તમ કોમ્બિનેશન કર્યું છે. આ આઉટફિટમાં ટોપને બોડી ફિટેડ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં તે ખુબ જ ગ્રેસફુલ લાગી રહી છે. આ લુકમાં તે એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. હાલમાં શ્વેતા ટેલિવિઝનથી અને ફિલ્મી પડદેથી દૂર પોતાની લાઈફમાં વ્યસ્ત છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ મૂકી પોતાના ચાહકોને પોતાની ઝલક બતાવતી રહે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.