Western Times News

Gujarati News

ભારતમાં ‘સાયલન્ટ લે ઓફ્સ’નો ટ્રેન્ડ

નિષ્ણાતોના મતે, આઈટી સેક્ટરમાં ટકી રહેવા કર્મચારીઓ માટે નવી ટેકનોલોજી શીખવી, એઆઈ સ્કીલ ડેવલપ કરવી અને સતત અપસ્કિલિંગ પર ભાર મૂકવો પડશે

AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, ૨૦૨૬માં ૧,૨૦,૦૦૦ની છટણી

નવી દિલ્હી,એઆઈના વધતા ઉપયોગની અસર હવે વિશ્વભરના ટેક સેક્ટરમાં જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં વિશ્વના ટેક સેક્ટરમાં ૧.૨૦ લાખથી વધુ ટેક સેક્ટરના કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે. હવે, તેની સીધી અસર ભારત પર જોવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે ટેક સેક્ટરમાં ૩૫ હજાર જેટલી નોકરીઓ ઘટી શકે છે.

આ વખતે થતી છટણીઓ અગાઉના વર્ષાેની જેમ માત્ર ખર્ચ ઘટાડવા માટે નથી પરંતુ,એઆઈને કારણે કંપનીઓની કામગીરીમાં આવી રહેલા મૂળભૂત ફેરફારોનું પરિણામ છે. સોફ્ટવેર ડેવલપમેન્ટ, ક્વોલિટી ટેસ્ટિંગ, ટેક સપોર્ટ અને રૂટિન કોડિંગ જેવા અનેક કામ હવે એઆઈ ટૂલ્સની મદદથી ઝડપથી થઈ રહ્યા છે. જેથી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા તરફ આગળ વધી રહી છે.

ભારતમાં ઘણી આઈટી કંપનીઓએ છટણીની જાહેરાત નથી કરી પરંતુ, સાઈલન્ટ લેઓફ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જેમાં, કર્મચારીઓને મોટી જાહેરાત વિના નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે અથવા નવી ભરતી પર રોક લગાવવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આઈટી સેક્ટરમાં ટકી રહેવા કર્મચારીઓ માટે નવી ટેકનોલોજી શીખવી, એઆઈ સ્કીલ ડેવલપ કરવી અને સતત અપસ્કિલિંગ પર ભાર મૂકવો પડશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.