FIFA વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ફ્રાન્સે ધમાકેદાર પ્રવેશ મેળવ્યો
મોરક્કો સામે એમ્બાપ્પે-ડેમ્બેલે છવાયા
ફ્રાન્સે ગોલ પોસ્ટ તરફ કુલ ૨૧ શોટ માર્યા હતા, જ્યારે મોરોક્કો માત્ર ૪ શોટ જ મારી શક્યું હતું
મેક્સિકો,ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રાન્સે મોરોક્કોને ૨-૦થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશી લીધો છે. ગુરુવારે રમાયેલી આ રોમાંચક મેચમાં ફ્રાન્સ તરફથી સ્ટાર ફૂટબોલર કિલિયન એમબાપ્પે અને ઉસ્માન ડેમ્બેલેએ શાનદાર ગોલ કરીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ફ્રાન્સ હવે મંગળવારે ડલાસ ખાતે રમાનારી સેમિફાઇનલમાં સ્પેન અથવા બેલ્જિયમ સામે ટકરાશે. વર્ષ ૨૦૨૨ના કતાર વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ફ્રાન્સે મોરોક્કોને આ જ સ્કોરથી હરાવ્યું હતું અને હવે તે સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલ રમવા તરફ આગળ વધી રહ્યું છે.
મેચની શરૂઆતથી જ ફ્રાન્સની ટીમ મોરોક્કો પર સંપૂર્ણપણે હાવી રહી હતી. ફ્રાન્સે ગોલ પોસ્ટ તરફ કુલ ૨૧ શોટ માર્યા હતા, જ્યારે મોરોક્કો માત્ર ૪ શોટ જ મારી શક્યું હતું. મેચના ૨૫મી મિનિટે મોરોક્કોના ડિફેન્ડર નુસૈર મજરાઉઈએ બોક્સની અંદર એમબાપ્પેને પાડી દેતા રેફરીએ પેનલ્ટી આપી હતી. જોકે, ૨૮મી મિનિટે એમબાપ્પે દ્વારા લેવાયેલા પેનલ્ટી શાટને મોરોક્કોના ગોલકીપર યાસીન બોનોએ શાનદાર રીતે બચાવી લીધો હતો. આ ભૂલ બાદ એમબાપ્પેએ શાનદાર વાપસી કરી અને મેચની ૬૦મી મિનિટે એક અદભુત ગોલ ડાÎયો હતો.
આ ગોલ તેના વર્લ્ડ કપ કરિયરનો ૨૦મો ગોલ હતો, જેની સાથે તે આર્જેન્ટિનાના લિઓનલ મેસીના રેકોર્ડથી માત્ર એક ગોલ પાછળ રહી ગયો છે.ફ્રાન્સનો બીજો ગોલ મેચની ૬૬મી મિનિટે આવ્યો હતો, જ્યારે એમબાપ્પેએ ચપળતાપૂર્વક ડિફેન્ડરોને પોતાની તરફ ખેંચીને બોલ ઉસ્માન ડેમ્બેલે તરફ પાસ કર્યાે હતો. ડેમ્બેલેએ આ તકનો ફાયદો ઉઠાવીને ટૂર્નામેન્ટનો પોતાનો પાંચમો ગોલ કર્યાે અને ફ્રાન્સની જીત પાકી કરી દીધી હતી. બીજી તરફ મોરોક્કોની ટીમને હાફ ટાઇમ પહેલા અશરફ હકીમીની ફ્રી કિક દ્વારા ગોલ કરવાની સુવર્ણ તક મળી હતી, પરંતુ તે બોલ ગોલ પોસ્ટની બહાર જતો રહ્યો હતો.SS1
