Western Times News

Gujarati News

ચીનમાં જૂતા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ૨૮ લોકોના મોત

જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ કે ફેક્ટરીની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં

બેઈજીંગ,  ચીનની એક જૂતા ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાથી ૨૮ લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના પૂર્વી ફુઝિયાન પ્રાંતના જિજિયાંગ શહેરમાં બની હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. રાહત અને બચાવ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. At least 28 dead in China factory fire

સાઉથ ચાઈના મો‹નગ પોસ્ટના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ભીષણ આગ બપોરના સમયે લગભગ ૧૨.૦૪ વાગ્યે ચેંટાઈ ટાઉનશિપના ઝિયાંગટો ગામમાં હુઈતેંગ શૂઝ ફેક્ટરીમાં થઈ. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ કે ફેક્ટરીની અંદર રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહીં. ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ પણ આ ભયાનક દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફુટેજમાં આ દુર્ઘટનાનું ખતરનાક રૂપ જોઈ શકાય છે. ફેક્ટરીની બિÂલ્ડંગમાંથી આગની મોટી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા જોવા મળે છે. જીવ બચાવવા માટે લોકો ફેક્ટરીની છત પર ચઢી ગયા હતા અને ત્યાંથી મદદ માટે હાથથી ઈશારા કરતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્્યૂ હેલીકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે ફસાયેલા લોકોને બચાવવા તથા ઘાયલોની સાથે સાથે તેમના પરિવારને શક્્ય મદદ આપવાના કડક આદેશ આપી દીધા છે. તેમણે કહ્યું કે, આ વાતની તરત તપાસ કરો કે આગ કેવી રીતે લાગી અને જે પણ દોષિત હોય તેને છોડવામાં નહીં આવે. આ વર્ષે ચીનમાં થયેલી કેટલીય મોટી દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કહ્યું કે, આખા દેશને આ ત્રાસદીમાંથી બોધપાઠ લેવો જોઈએ.

દેશના પ્રધાનમંત્રી લી કિયાંગે પણ આ મામલા પર તરત નિર્દેશ જાહેર કર્યા છે. તેમણે રેસ્ક્્યૂ ટીમોને કોઈ પણ પ્રકારના બીજા ખતરાને રોકવા માટે સ્થિતિને સંભાળવાની જવાબદારી આપી. તેની સાથે જ ચીનના ઈમરજન્સી પ્રબંધન મંત્રાલયે આગ પર કાબૂ મેળવવા અને ફેક્ટરીમાં મદદ લોકોની સાચી સંખ્યાની ઓળખ કરવા માટે કહ્યું છે. સ્થિતિને સંભાળવા માટે મંત્રાલય તરફથી એક ખાસ ટીમને તરત ઝિઝિયાંગ શહેરમાં મોકલવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.