Western Times News

Gujarati News

યુવકે કેમ કરી બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રીની ઘાતકી હત્યા?

બ્રિટનમાં પૂર્વ મંત્રી વિડેકોમ્બની તેમના ઘરમાં જ કરાઈ ઘાતકી હત્યા-

લંડન, બ્રિટનના કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ બ્રિટિશ મંત્રી એન વિડેકોમ્બની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. 78 વર્ષીય વિડેકોમ્બનો લોહીથી લથબથ મૃતદેહ તેના નિવાસસ્થાનેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક 28 વર્ષીય બ્રિટિશ યુવકની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ અનુસાર, એન વિડેકોમ્બ દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના ગ્રામીણ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને એકલા રહેતા હતા. ઘટનાની માહિતી મળતા જ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના શરીર પર તીક્ષ્ણ હથિયાર અથવા હુમલાના અનેક ગંભીર ઇજાના નિશાન હતા.

પોલીસે ઘટનાસ્થળથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા ‘ન્યૂટન એબોટ’ (Newton Abbot) વિસ્તારમાંથી 28 વર્ષીય બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં હજુ સુધી આ હત્યા પાછળનો ચોક્કસ હેતુ કે કારણ સામે આવ્યું નથી. પોલીસ તમામ પાસાઓ પર તપાસ ચલાવી રહી છે.એન વિડેકોમ્બ બ્રિટનના રાજકારણમાં એક જાણીતો અને સન્માનિત ચહેરો હતા.

પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તે કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી નેતા રહ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન જોન મેજરની સરકારમાં મહત્વપૂર્ણ મંત્રી પદ પણ સંભાળ્યું હતું. તે પોતાના સ્પષ્ટ વક્તા સ્વભાવ અને જાહેર સેવા માટે જાણીતા હતા.આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા બ્રિટનના કાર્યકારી વડાપ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starmer) એન વિડેકોમ્બના કાર્યોની પ્રશંસા કરી હતી.

પૂર્વ મંત્રીની હાઈ-પ્રોફાઈલ હત્યાને પગલે બ્રિટિશ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને પકડાયેલા યુવકની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ જઘન્ય અપરાધ પાછળનું સત્ય બહાર આવી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.