હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ૧૮ વર્ષ બાદ ટીમનો સાથ છોડ્યો
ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને સીએસકે સાથે વર્ષ ૨૦૦૮માં આઇપીએલની પ્રથમ સીઝનમાં જોડાયા હતા
મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને તેના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સંમતિથી પોતાના ૧૮ વર્ષ જૂના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યાે છે. ળેન્ચાઇઝી દ્વારા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ આઇપીએલ ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી સફળ કોચિંગ કાર્યકાળનો અંત આવ્યો છે.ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને સીએસકે વચ્ચેની આ સફર વર્ષ ૨૦૦૮માં આઇપીએલની પ્રથમ સીઝન દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે તેઓ એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયા હતા.
ત્યારબાદ, તેના આગામી વર્ષે એટલે કે ૨૦૦૯માં તેઓ ટીમના મુખ્ય કોચ (હેડ કોચ) બન્યા હતા અને ત્યારથી સતત તેઓ આ પદ પર કાર્યરત હતા.સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ ચેન્નાઇ સુપર કિંગ્સે સફળતાના નવા શિખરો સર કર્યા છે. સીએસકેએ તેમના કાર્યકાળ દરમિયાન ૫ આઇપીએલ ટાઇટલ જીત્યા છે અને આ ઉપરાંત ૨ વખત ચેમ્પિયન્સ લીગ ટી૨૦ ટ્રોફી પણ પોતાના નામે કરી છે. ફ્લેમિંગના કોચિંગ હેઠળ ટીમે રેકોર્ડ ૧૨ વખત આઇપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને ૧૦ વખત ફાઇનલ સુધીની સફર ખેડી હતી.
સીએસકેના માલિક રૂપા ગુરુનાથે ફ્લેમિંગના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે લગભગ બે દાયકા સુધી ટીમની વિચારધારા, ઓળખ અને જીતની સંસ્કૃતિને મજબૂત કરી છે અને તેમની વિરાસત હંમેશા ટીમનો હિસ્સો રહેશે. ટીમના મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથને પણ ફ્લેમિંગની પ્રશંસા કરતા કહ્યું કે, ખેલાડીઓ પાસેથી તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવવાની ક્ષમતા તેમની સૌથી મોટી તાકાત હતી.SS1
