Western Times News

Gujarati News

વૈભવ સૂર્યવંશીએ યુવરાજ સિંહને ગણાવ્યો પોતાનો આદર્શ

આજે પણ હું પહેલી મુલાકાત નથી ભૂલ્યો

ઝિમ્બાબ્વે સામે સદી ફટકારીને અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની તાકાત બતાવી ચૂકેલા અભિષેક શર્મા માટે યુવરાજ સિંહ એક મેન્ટર

મુંબઈ,ક્રિકેટ જગતમાં જ્યારે યુવા પ્રતિભાઓ અને દિગ્ગજ ખેલાડીઓનું મિલન થાય છે, ત્યારે રમતપ્રેમીઓ માટે તે પળો અદભૂત બની જાય છે. આવી જ એક શાનદાર અને યાદગાર ક્ષણ લંડનથી સામે આવી છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને તાજેતરમાં જ પોતાની સનસનાટીભરી બેટિંગથી હેડલાઈન્સમાં આવેલો યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી લંડનમાં પ્રથમ વખત એકબીજાને મળ્યા હતા. આ ખાસ મુલાકાત દરમિયાન ભારતીય ટીમના અન્ય એક વિસ્ફોટક બેટ્‌સમેન અભિષેક શર્મા પણ હાજર રહ્યો હતો, જે હાલમાં યુવીની દેખરેખ હેઠળ પોતાની રમતને વધુ ધારદાર બનાવી રહ્યો છે.

આ મુલાકાત કોઈ સામાન્ય ક્રિકેટ ગ્રાઉન્ડ કે પ્રેક્ટિસ સેશન દરમિયાન નહોતી થઈ, પરંતુ લંડનમાં રમાઈ રહેલી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન ૨૦૨૬ના મેદાન પર થઈ હતી. યુવરાજ સિંહ ટેનિસ મેચનો રોમાંચ માણવા માટે લંડન પહોંચ્યો હતો, જ્યાં ટેનિસ કોર્ટના સ્ટેન્ડ્‌સમાં જ આ ત્રણેય ખેલાડીઓ એકત્રિત થયા હતા. યુવરાજ સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે, જે ફેન્સમાં જોરદાર ચર્ચાનો વિષય બની છે.

પોતાની આ પ્રથમ મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કરતા યુવરાજ સિંહે જણાવ્યું કે, તે વૈભવ સૂર્યવંશીને મળીને અત્યંત ખુશ છે. યુવીએ સોશિયલ મીડિયા પર કેપ્શન આપતાં વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીનો પણ આભાર માન્યો હતો, જેમણે વૈભવના ક્રિકેટિંગ કરિયરને ઘડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશી માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને અને અંડર-૧૯ ક્રિકેટમાં ભારત તરફથી ધમાકેદાર પ્રદર્શન કરીને વિશ્વભરમાં છવાઈ ચૂક્યો છે. ડાબોડી બેટ્‌સમેન હોવાના કારણે ઘણા ક્રિકેટ વિવેચકો તેની રમતની સરખામણી ખુદ યુવરાજ સિંહ સાથે પણ કરે છે.

આ મુલાકાતમાં અભિષેક શર્માની હાજરી પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ઝિમ્બાબ્વે સામે સદી ફટકારીને અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની તાકાત બતાવી ચૂકેલા અભિષેક શર્મા માટે યુવરાજ સિંહ એક મેન્ટર અને ગુરુ સમાન છે. અભિષેકે પોતાની સફળતાનો મોટો શ્રેય યુવીના માર્ગદર્શનને આપ્યો છે. લંડનના વિમ્બલ્ડન ખાતે એક જ ળેમમાં ડાબોડી બેટિંગના આ ૩ હીરોઝને સાથે જોઈને ક્રિકેટ ફેન્સ રોમાંચિત થઈ ગયા છે. નિષ્ણાતોનું માનવું છે કે, યુવરાજ સિંહ જેવા અનુભવી ખેલાડી સાથેની આ મુલાકાત વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીના આત્મવિશ્વાસને આગામી ઈન્ટરનેશનલ મેચો માટે સાતમા આસમાને પહોંચાડી દેશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.