કોરોના ઈફેકટઃ પ્રવાસ, ઉદ્યોગ તથા વ્યાપાર ધંધા પર ઘેરી અસરો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/tourism.png)
અમદાવાદ:કોરોના વાયરસની વિશ્વના ૫૦ થી વધુ દેશોમાં અસર થઈ છે દેશમાં પણ તેની અસર જાવા મળી હોય છે કોરોના વાયરસને કારણે વ્યાપાર ધંધા તથા પ્રવાસોના આયોજકો પણ મુશ્કેલીમા મુકાયા હોવાનુ જાણવા મળે છે.
સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતથી વ્યાપાર ધંધા તથા પ્રવાસ પર પ્રવાસીઓ માટે મોટી સંખ્યામાં આવતા હોય છે પરતુ કોરોના કારણે મોટો ફટકો પડ્યો હોવાનું જાણવા મળે છે.શેરબજારમાં પણ તેની અસર જાવા મળે છે. અમદાવાદ સહિત ગુજરાત અનેક શહેરોમાંથી વિદેશ પ્રવાસ જવા માટે ખાસ કરીને દુબઈ, સિગાપોર, મલેશીયા મોટી સંખ્યામાં ટિકિટો બુક કરાવતા હોય છે પણ ટુરીસ્ટ ઓપરેટરો જણાવ્યા મુજબ તો પણ ૩૦ થી ૪૦ ટકા થી વધુ પ્રવાસીઓ તેમની પ્રવાસ રદ ર્યો છે તો ઘણા ઓપરેટરો માર્ચ જુલાઈમા ટુરો રદ કરી પ્રવાસીઓને રીફંડ આપવાની જરૂરીયાત પડી છે.
એક અહેવાલ મુજબ ચીન જાપાન, હોગકોગ થાઈલેન્ડ તથા ઈન્ડોનેશીયા જનારા પ્રવાસીઓ તેમની ટિકિટો રદ પણ કરાવી છે. ટુર ઓપરેટરો કહેવુ છે કે સમય છે કે હાલમાં અમદાવાદથી ૬૦૦૦ થી ૮૦૦૦ પ્રવાસીઓ પ્રવાસે જતા હોય છે. ટુર ઓપરેટર્સ તથા ટ્રાવેલ એસોસીયેશન ગુજરાત સેક્રેટરી જણાવે છે કે જે પ્રવાસીઓ તેમનો પ્રવાસ કરોના ના કારણે રદ કર્યો છે અથવા ટુર ઓપરેટરો ટુર પ્રોગ્રામ રદ કર્યો છે તેને કારણે જેમને એડવાન્સ ટિકિટો લીધી છે
તે મુસાફરોને રીફંડ આપવાનુ શરૂ કરવામા આવ્યુ છે. સૌથી ગંભીર અસર હોટલો પર થઈ છે માર્ચ એપ્રિલ મહીનામા વિદેશથી ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે પરતુ ચીન જાપાન દુબઈ સિગાપોર આવતા પ્રવાસીઓ તથા અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ તેમનો પ્રવાસ રદ કરતા હોટલોની રૂમો બુક નહી થતા હોટલ ઉદ્યોગને પણ ભારે નુકશાન સામનો કરવો પડે તેમ છે.
કોરોનાને કારણે ભારત સરકારે પણ ચીન, હોંગકોંગ, જાપાન, સાઉથ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુર, નેપાળ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલેશિયાના પ્રવાસીઓને એરપોર્ટ પર સઘન ચેકીંગ કરવા માટે જાહેરાત કરી છે. તેમજ દેશના નાગરીકોને પણ આ તમામ દેશોમાં પ્રવાસ ન કરવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. જેને કારણે દેશનાં પ્રવાસન ઉદ્યોગને પણ અસર થઈ છે. ટુર ઓપરેટર એસોસીએશનનાં જણાવ્યા મુજબ કોરોનાનાં કારણે ૨૦૨૦ની સાલમાં આજ દેશો તરફ સહેલાણીઓ જશે નહીં અને સ્થાનિક ભારતમાં જ પ્રવાસ કરવાનો મુનાસિબ માની રહ્યાં છે.