Western Times News

Gujarati News

SVP સત્તાવાળાઓને શૂન્યનું મહત્ત્વ સમજાયું : વેન્ટીલેટર ચાર્જ રૂ.૨૦૦થી વધારી ૨૦૦૦ કર્યાે

File

વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકમાં તા.૨૬ ફેબ્રુઆરી હેવાલ 2020એ પ્રકાશિત કરવામાં આવ્યો હતો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પાે.દ્વારા છેલ્લાં ૧ વર્ષથી કાર્યરત કરવામાં આવેલ એસવીપી હોસ્પિટલ  અને વિવાદોને કાયમી નાતો થઈ ગયો છે. એસવીપી હોસ્પિટલ  શરૂ થઈ એ સમયે વીએસના ધોરણે વેન્ટીલેટરનાં ભાવ નક્કી કરવામાં આવ્યા હતાં. પરંતુ ટાઈપીંગની ભૂલનાં કારણે રૂ.૨૦૦૦ના બદલે રૂ.૨૦૦ છપાઈ જતાં એસવીપી હોસ્પિટલ ને એક જ વર્ષમાં રૂ.૫ કરોડનું આર્થિક નુકસાન થયું છે. જે બાબત વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકમાં તા.૨૬ ફેબ્રુઆરીએ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના પગલે એસવીપી સત્તાવાળા અને મ્યુનિ.હોદ્દેદારો સફાળા જાગ્યા હતાં. તથા એક વર્ષ અગાઉ થયેલ ભૂલ સુધારવાં દરખાસ્ત કરી હતી. જેને આજે મળેલી મીટીંગમાં બહાલી આપવામાં આવી છે તથા વેન્ટીલેટરનાં ભાવમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે.

મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની મંગળવાર સવારે મળેલી બેઠકમાં વેન્ટીલેટરની ફી રૂ.૨૦૦થી વધારી રૂ.૨૦૦૦ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉ થયેલ ટાઈપીંગ ભૂલનાં કારણે વેન્ટીલેટરની ફી રૂ.૨૦૦ લેવામાં આવતી હતી. વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકે આ અંગે સચોટ અને મુદ્દાસર અહેવાલ પ્રકાશિત કર્યાે હતો. ત્યારબાદ નિંદ્રાધીન મહાનુભાવો દોડતાં થયા હતાં તથા પરંપરા મુજબ ભૂલસુધારણા કરી છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ એક એપ્રિલ ૨૦૨૦થી વેન્ટીલેટર માટે દૈનિક રૂ.૨૦૦૦ ચાર્જ લેવામાં આવશે. મેટની મીટીંગમાં અન્ય સારવારનાં ચાર્જમાં વધારો કરવાની પણ દરખાસ્ત હતી. પણ મ્યુનિ.કોર્પાે.ની ચૂંટણી નજીક હોવાથી શાસકપક્ષ ભાવ વધારા માટે અવઢવમાં છે. તેથી તેનો નિર્ણય અગામી બેઠક સુધી ટાળ્યો છે.

શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને નામશેષ કરી શરૂ કરવામાં આવેલ એસવીપી હોસ્પિટલમાં સારવારનાં દર અન્ય મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોÂસ્પટલ કરતાં ઓછા છે. પરંતુ વીએસ હોસ્પિટલ કરતાં અનેક ગણાં વધારે હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગનાં નાગરીકોને તે પોષાતાં નથી. ચોંકાવનારી બાબત એ છે કે માં કાર્ડ હોય તેવા દર્દીઓ પાસેથી પણ રૂ.૫૦૦૦ એડવાન્સ લેવામાં આવી રહ્યાં છે. જેની સામે વારંવાર ફરીયાદો થઈ છે. તેમ છતાં તે બાબતે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. એસવીપી હોસ્પિટલમાં ચાલી રહેલ એપોલો ફાર્મસી દ્વારા પણ દવાનાં ઉંચા ભાવ લેવામાં આવે છે. તથા નિયમ મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી. તેમ છતાં સત્તાવાળાઓ દ્વારા દર્દીઓને પણ એપોલો ફાર્મસીમાંથી જ દવા ખરીદ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.