Western Times News

Gujarati News

વી.એસ. હોસ્પિટલમાં ૩રપ દર્દીઓએ  રૂ.પ૦,૦૦૦ સુધીની સહાયનો લાભ મેળવ્યો

File

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ વાહન અકસ્માતના દર્દીને અકસ્માત થયાના પ્રથમ ૪૮ કલાક સુધીમાં રૂ.પ૦ હજાર સુધીની મહતમ મર્યાદામાં સુચિત કલ્સ્ટર પ્રમાણે શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોÂસ્પટલ ખાતે મળવાપાત્ર રહેશે જે અંતર્ગત કુલ ૩રપ દર્દીઓએ અત્રે હોસ્પિટલ  દ્વારા લાભ આપવામાં આવ્યો છે

જેમાં ૧-૪-ર૦૧૮થી ૩૧-૩-ર૦૧૯ સુધીમાં ૧૬ર અને ૧-૪-ર૦૧૯ થી ૩૦-૧૧-ર૦૧૯ સુધીમાં ૧૬૩ દર્દીઓને લાભ આપવામાં આવ્યો હતો. વાડીલાલ સારાભાઈ હોÂસ્પટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ર૦૧૯માં ૧૦૭ દર્દીઓને લાભ આપેલ છે.

મુખ્યમંત્રી અમૃતમ મા યોજના દ્વારા વાડીલાલ હોસ્પિટલમાં ૧-૪-ર૦૧૩ થી ૩૧-૩-ર૦૧૪ સુધીમાં – ર૬૦, ર૦૧૪-૧પ ના વર્ષમાં – ૧૯૯, ર૦૧પ-૧૬ માં ૧ર૯૯, ર૦૧૬-૧૭ માં ૧૯૩૦, ર૦૧૭-ર૦૧૮માં ર૧૩૦, ર૦૧૮થી ર૦૧૯ સુધીમાં ર૩પ૪, અને ર૦૧૯માં ૪૧૦ આમ કુલ ૮પ૮ર દર્દીઓએ કેશલેસ તબીબી સારવારનો લાભ લીધેલ છે.

ઓબસ્ટ્રેટીક આઈસીસીયુની કામગીરીમાં હોસ્પિટલમાં નોર્મલ અને સિઝીરિયન સેકશનથી ડિલીવરી થાય છે. અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાંથી ઘણી સગર્ભા માતા તથા ગર્ભસ્થ શિશુને ગંભીર પરિસ્થિતિમાં  વઘુ ઘનિષ્ઠ સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવે છે તેઓને હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા અથાગ પ્રયત્નો કરી ઉત્તમ સારવાર આપી ઘણાં બધા દર્દીઓને બચાવી લેવામાં આવે છે. ઓબસ્ટ્રેટીક આઈસીસીયુ વિભાગમાં અત્યાર સુધીમાં કુલ ૩૭૬૬ દર્દીઓને સારવાર આપવામાં આવી છે જેમાં ર૦૧૬-૧૭ વર્ષમાં ૯૧૦ ર૦૧૭-૧૮માં ૧૩૦૬, ર૦૧૮-૧૯માં ૧ર૦૩ અને સને ર૦૧૯-ર૦ (નવેમ્બર ૧૯ સુધી) ૩૪૭ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.