ફાગણની પૂનમે શામળાજી વિષ્ણુ મંદિરે દર્શનનો સમય
મોડાસા: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં તા.09.03.2020 ને સોમવારે ફાગણની પૂનમે ભગવાન વિષ્ણુ મંદિરે દર્શનનો સમય આ મુજબ છે. મંદિર ખુલશે સવારે 6 કલાકે,મંગળા આરતી સવારે 6.45 કલાકે,શણગાર આરતી સવારે 8.30 કલાકે,મંદિર બંધ થશે રાજભોગ ધરાવવામાં આવશે સવારે 11.30 કલાકે,મંદિર ખુલશે રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે,મંદિર બંધ થશે ઠાકોરજી પોઢી જશે બપોરે 12.30 કલાકે,ઉત્થાપન મંદિર ખૂલશે બપોરે 2.15 કલાકે,સંધ્યા આરતી સાંજે 6.30 કલાકે,શયન આરતી રાત્રે 8.15 કલાકે અને મંગલ મંદિર મંદિર બંધ થશે રાત્રે 8.30 કલાકે..એમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે જણાવ્યું છે.