જમ્મુ કાશ્મીરમાં બધી જ ઇન્ટરનેટ સેવા ચાલુ કરવા મંજૂરી
શ્રીનગર, જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૭ માર્ચથી બધી જ વેબસાઇટ પર ૨જી મોબાઇલ ડેટા સર્વિસ અને લેન્ડલાઇન પર ઇન્ટરનેટ ચાલુ કરવા અને સોશયલ મિડિયા પરથી પ્રતિબંધ હટાવવાની મંજૂરી આપી છે. સલામતી અને કાયદાની વ્યવસ્થા તેમજ પ્રત્યાર્પણ એજન્સીઓ પર ટેલીકોમ સેવાના કાયદાની સમિક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
આના પહેલા ૨૫ જાન્યુઆરીથી યાદીમાંની એજન્સીઓની ઇન્ટરનેટ સેવાને મંજૂરી અપાઇ હતી ત્યારપછી તેના સમયને વધારવામાં આવ્યો હતો. ગયા વર્ષની ૫ ઓગષ્ટે કેન્દ્ર અને રાજયના વિશેષ દરજ્જો સમાપ્ત કરીને રાજયને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કર્યા બાદ ઇન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી.