Western Times News

Gujarati News

માસ્ક છોડો અને શાંતિ રાખો, કોરોનાથી ડરો નહીં: બરાક ઓબામા

President Barack Obama is photographed during a presidential portrait sitting for an official photo in the Oval Office, Dec. 6, 2012. (Official White House Photo by Pete Souza)

વોશિંગ્ટન, દુનિયાભરમાં કોરોના વાયરસના ભયની વચ્ચે પૂર્વ અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને સલાહ આપી છે કે તેનાથી ગભરાવવાની જરૂર નથી અને સ્વસ્થ લોકો માસ્કનો ઉપયોગ કરવાનું છોડી દે. ઓબામાએ કહ્યું કે સામાન્ય સાવધાની દાખવવાની જરૂર છે.તેમણે કહ્યુ કે માસ્ક ન પહેરી નિયમિત સમય પર હાથ ધોતા રહો ઓબામાએ ટ્‌વીટ કરી કહ્યું માસ્કને દર્દીઓની સારસંભાળમાં લાગેલ હોÂસ્પટલ સ્ટાફ માટે બચાવો.શાંત રહો નિષ્ણાંતોની વાત સાંભળો અને વિજ્ઞાનને સમજો.

હકીકતમાં ભારતની જેમ અમેરિકામાં પણ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની દેખરેખમાં લાગેલ લોકોની પાસે માસ્ક ચશ્મા અને અન્ય સુરક્ષા ઉપકરણોની કમી છે તેની ડિમાંડ વધી ગઇ છે સામાન્ય લોકો પણ માસ્ક ખરીદી પહેરવા લાગ્યા છે આવામાં માસ્કની કમી જાવા મળી રહ્યાં છે અને તેના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જા કે અનેક જગ્યાએ માસ્ક ન મળવાની અફવા પણ ફેલાઇ છે. પરંતુ સરકાર તરફથી હજુ સુધી માસ્ક કે કોઇ અન્ય સામાનની કમીને લઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દિલ્હી અને એનસીઆરમાં મોટાભાગની જગ્યાઓ પર સરળતાથી માસ્ક મળી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.