Western Times News

Gujarati News

આરબીઆઇના ડેપ્યૂટી ગર્વનરે રાજીનામુ આપ્યું: એક વર્ષમાં ત્રીજી ઘટના

મુંબઇ, ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યૂટી ગર્વનર એન એસ વિશ્વનાથને સ્વાસ્થ્યનું કારણ આગળ ધરતાં રાજીનામું આપ્યું છે. તેમની નિવૃત્તિમાં હજી ત્રણ મહીનાનો સમય બાકી છે, પરંતુ તબિયતનું કારણ દર્શાવતાં વિશ્વનાથને પહેલા જ પદ છોડી દીધું
દેશનો સતત ઘટી રહેલો જીડીપી, બેંકોનું વિલિનીકરણ અને મોંઘવારી પર નિયંત્રણના પ્રયત્નોની વચ્ચે વિશ્વનાથનનું પદ છોડવું કેન્દ્રીય બેંક માટે એક મોટા ઝટકા સમાન છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ૩૧ માર્ચના રોજ વિશ્વનાથન કેન્દ્રીય બેંક આરબીઆઇ છોડી દેશે. વિશ્વનાથનના ૪ દાયકાના લાંબા કેરિયરનો અંત આમ તો જૂનમાં થવાનો હતો, પરંતુ તેમણે ત્રણ મહિના પહેલા જ પદ છોડી દીધું છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ હાલમાંજ તેમણે તણાવ સાથે જોડાયેલ સમસ્યા થઇ હતી, ત્યાર બાદ તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ એવો સમય છે કે, જ્યારે આરબીઆઇને માનિટરિંગ માટે તેમની સેવાઓની ઘણી જરૂરિયાત હતી.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૂન ૨૦૧૯માં પણ આરબીઆઇના અન્ય ડેપ્યૂટી ગર્વનર વિરલ આચાર્યએ પદ છોડી દીધું હતું. એટલું જ નહીં પરંતુ પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે પણ ડિસેમ્બર, ૨૦૧૮માં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલને ગર્વનર રઘુરામ રાજન બાદ કેન્દ્રીય બેંકના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.