Western Times News

Gujarati News

શામળાજીમાં કાળીયાઠાકોરના દર્શને પહોંચેલા ભક્તો પર એન્ટીબેક્ટેરિયલ હળદર અબીલ-ગુલાલથી હોળી રમ્યા 

રાજ્યભરમાં આજે હોળીની પર્વની રંગારંગ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.યાત્રાધામ શામળાજી અને ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં રાજા રણછોડનાં દર્શન કરવા ઉમટ્યા હતા  કોરોના વાયરસની ભીતિ વચ્ચે પણ ભક્તોની અસ્થમા ઓટ આવી નથી મોટી સંખ્યામાં દર્શનાર્થીનીઓની વહેલી સવારથી કતારો જામી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળી તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં હોળી રમવાની અનેરી પરમ્પરા છે

 ભગવાન શામળિયાના દર્શન કરવા આવેલા ભક્તોને કોરોના વાયરસ અને વાઈરલ ઈંફેક્શની અસર થી દૂર રહે તે માટે સૌપ્રથમ વાર પ્રશાસને ભક્તો પર મંદિરમાં અબીલ ગુલાલની સાથે હળદર પણ ઉડાવવામાં આવી રહી છે આ પાછળ મંદિર પ્રસાશન માની રહ્યાં છે કે, હળદર એન્ટિબેક્ટેરિયલ છે. તો તેનાથી કોઇપણ પ્રકારનો વાયરસ દૂર રહે છે. ભક્તો આજ સવારથી શામળિયાની એક ઝલક લેવા માટે લાંબી લાઇનોમાં ઉભા છે.

ભક્તો મંદિરમાંથી ઉડી રહેલી રંગો અને પાણીની છોડોને પોતાની પર પળે તે ઘડી આવતાની સાથે ધન્યતા અનુભવતા હતા
શ્રદ્ધાળુઓ શામળિયાનાં દર્શન કરીને આનંદ અનુભવી રહ્યાં અરવલ્લી જીલ્લાનાં ભિલોડા તાલુકામાં સ્થિત શ્રી હરી વિષ્ણુનાં શેઠ શામળીયા અવતારનું અતિ કલ્યાણકારી ધામ શામળાજીમાં બિરાજતા કાળીયા ઠાકોરના હોળીનાં પાવન પર્વે આ ધામના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.