લોકડાઉનના નિયમોમાં છૂટછાટ પછી હોન્ડા મોટરસાયકલના 45% ડિલરશિપ ફરી ખુલ્યાં
હોન્ડાએ ડિસ્પેચ કામગીરી શરૂ કરી અને ગ્રાહકો માટે આકર્ષક ફાઇનાન્સ ઓફર કરે છે
ગુરુગ્રામ, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ આજે જણાવ્યું હતું કે, એના નેટવર્ક આઉટલેટ તબક્કાવાર રીતે ફરી ખુલી રહ્યાં હોવાથી અને આ અઠવાડિયે યુનિટ રવાના થવાથી રિટેલ વેચાણે વેગ પકડવાની શરૂઆત કરી છે અને હોન્ડાનું રિટેલ વેચાણ 21,000 એકમોના આંકડાને આંબી ગયું છે.
સાથે સાથે હોન્ડાના આશરે 2.5 લાખ ગ્રાહકોને આખા ભારતમાં એની ડિલરશિપ અને ઓથોરાઇઝ સર્વિસ આઉટલેટ પર તેમના ટૂ-વ્હીલરની સર્વિસ મળી રહી છે. સલામતીને પ્રાધાન્ય આપવાના અભિગમ સાથે હોન્ડાના 45 ટકા ડિલરો અને એના કુલ નેટવર્કમાં 30 ટકા ટચ પોઇન્ટ ફરી ખુલી ગયા છે. આ તમામ આઉટલેટમાં સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે તથા હોન્ડાએ જાહેર કરેલી વિસ્તૃત “ડિલરશિપ ઓપરેશન્સ રિઝ્યુમ્પ્શન મેન્યુઅલ” મુજબ એની પ્રક્રિયાઓ અને માળખાગત તૈયારી પણ સુનિશ્ચિત થઈ છે.
આ અનિશ્ચિત સમયમાં હોન્ડા કેવી રીતે ગ્રાહક અને સ્ટાફની સલામતીને પ્રાધાન્ય આપવાની સાથે એના નેટવર્કમાં વ્યવસાય સતત જાળવે છે એ અંગે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “આ પડકારજનક સમયમાં હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા નવી ઇકોસિસ્ટમ સાથે સમન્વય સ્થાપિત કરીને કાળજીપૂર્વક આગળ વધી રહી છે. આરોગ્ય અને સુખાકારી જાળવીને હોન્ડાનું નેટવર્ક ગ્રાહકોને સંતોષપૂર્વક સેવા આપવા સારી રીતે સજ્જ છે. ભારતના મનપસંદ છ BSVI ઉત્પાદનો સાથે અમે દરરોજ રિટેલ વેચાણમાં વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. અમારા ટચ પોઇન્ટ પર વાહનોના રિપોર્ટિંગની વધતી સંખ્યા હોન્ડામાં ગ્રાહકોના વિશ્વાસ અને ખાતરીનો પુરાવો છે, ત્યારે સ્વચ્છતા કે સાફસફાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો જાળવવામાં આવે છે.”
પોતાના ગ્રાહકોને વધારે માનસિક શાંતિ આપવા અને તેમને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવા હોન્ડાના નેટવર્કમાં કેટલીક આકર્ષક રિટેલ ફાઇનાન્સ સ્કીમ પ્રસ્તુત કરવામાં આવી છે, જે ગ્રાહકોની ખરીદીની સરળતાને વધારે સુવિધાજનક બનાવે છે. હોન્ડાના ગ્રાહકો હવે 100 ટકા લોન, ઓછું ડાઉન-પેમેન્ટ અને રૂ. 12,000* સુધીની બચતનો લાભ લઈ શકે છે. વળી ગ્રાહકો 20થી વધારે ક્રેડિટ અને ડેબિટ કાર્ડની રેન્જમાંથી ઇએમઆઈ પર ખરીદવાની પસંદગી પણ કરી શકે છે. હોન્ડાના ઘણી ડિલરશિપ પર ઓનલાઇન બુકિંગ પણ ઉપલબ્ધ છે.