Western Times News

Gujarati News

છેલ્લા 50 દિવસમાં પશ્ચિમ રેલ્વે પર 63 લાખ ફુડ પેકેટનું વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી  બંને રાષ્ટ્ર પ્રત્યે સેવા અને સમર્પણ ની ભાવના ની સાથે પોતાના મિશન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન નું નિરંતર સંચાલન કરી રહ્યા છે.પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા 29 માર્ચ, 2020 થી નિરંતર આઈઆરસીટીસી બેઝ કિચનો, રેલ સુરક્ષા બળ ના સંસાધનો અને એનજીઓ ના યોગદાન દ્વારા, મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને બપોરના ભોજન અને ભોજન માટે કાગળની પ્લેટો સાથે રાંધેલ ખોરાક અને સાંજ માટે ફૂડ પેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશનની અનોખી અને સામાજિક સેવા પહેલ પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા સંયુક્ત રીતે પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળ માં 29 માર્ચ, 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી  17 મે 2020 ના રોજ 50 દિવસ પૂર્ણ થયા.આ સમયગાળા દરમિયાન 5.63લાખથી વધુ જરૂરતમંદ લોકોએ વિના મૂલ્યે ફૂડ પેકેટ મેળવ્યા હતા. આ ખોરાકનું વિતરણ આરપીએફ, જીઆરપી અને વાણિજ્યિક વિભાગ ના સહયોગથી  અને રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર અને એનજીઓ દ્વારા વિતરણ કરવામાં આવે છે. ફૂડ પેકેટ્સ ના વિતરણ દરમિયાન તમામ સંબંધિત લોકો દ્વારા સામાજિક અંતર અને સ્વચ્છતાના પાસાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે લોકડાઉન દરમિયાન છેલ્લા 50 દિવસમાં પશ્ચિમ રેલ્વેના તમામ 6 મંડળ માં તમામ જરૂરીયાતમંદો લોકોને કુલ 5.63 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.  તેમાંના 2.60 લાખ ફૂડ પેકેટોનો મોટો હિસ્સો આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોન દ્વારા મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદમાં તેના બેઝ કિચન પરથી ઉપલબ્ધ કરાયો છે.  આ મિશનને ચાલુ રાખવા માટે, 17 મે 2020 ના રોજ, પશ્ચિમ રેલ્વેના છ મંડળ માં કુલ 7040 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આઈઆરસીટીસીના સમુદાય ભોજન ઉપરાંત, મુંબઇ સેન્ટ્રલ ડિવીઝનના વાણિજય કર્મચારીઓએ મુંબઈ વિભાગના વિવિધ સ્થળોએ વિવિધ એનજીઓ દ્વારા 1275 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, જ્યારે અમદાવાદ વિભાગમાં, આઇઆરસીટીસી ઉપરાંત અમદાવાદ, ધ્રાંગધ્રા અને મહેસાણા સ્ટેશનો પર 2925 ભોજન  પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.  વડોદરા વિભાગ દ્વારા અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં 1500 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર પશ્ચિમ રેલ્વેના સ્થાનિક કર્મચારીઓ અને એનજીઓ દ્વારા 40 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.  રાજકોટ મંડળ પર સુરેન્દ્ર નગર અને હાપામાં સાંઈ સેવા ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટના સહયોગથી 40 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. રતલામ મંડળ ના વિવિધ સ્ટેશનો પર 210 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.  વાપીના જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર હાઉસિંગ સ્ટાફ, પાર્સલ લોડરો અને અન્ય ફરજના કર્મચારીઓને 50 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.

 સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશનના ધોબી તલાવ વિસ્તારમાં જરૂરીયાતમંદોને 850 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.  જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઇ દ્વારા મુંબઇ સેન્ટ્રલના પરિચર સદન, આઈઓડબ્લ્યુ સ્ટાફ, કાર શેડ સ્ટાફ વગેરેને 100 ફૂડ પેકેટનું વિતરણ કરાયું. પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક કર્મચારીઓ એ મુંબઇ સેન્ટ્રલની જગજીવનરામ હોસ્પિટલના કર્મચારીઓને વિતરણ માટે ખાદ્ય પદાર્થોના પેકેટ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.