Western Times News

Gujarati News

યસ બેંકે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશિપમાં એફડી + કોવિડ-19 વીમાકવચ પ્રસ્તુત કર્યું

મુંબઈ, યસ બેંકે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારીમાં રૂ. 1 લાખ અને એનાથી વધારાની એફડીમાં રોકાણ કરનાર નવા ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ધારકો માટે એફડી + કોવિડ-19 કવચ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. 15 મે, 2020થી 30 જૂન, 2020 સુધી આ વીમાયોજનાનો લાભ લેનાર એફડી ધારકને એક વર્ષ અને એનાથી વધારે મુદ્દત માટે વર્ષે 7.25%* વ્યાજ મળશે.

જ્યારે આ વિશિષ્ટ બેવડો લાભ આપવાની સાથે યસ બેંકના એફડીધારકો કોવિડ-19ના કવચને જાળવી શકે છે, ત્યારે તેમની બચત પર વધારે કમાણી કરવાનું જાળવી શકશે. કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવતા લાભાર્થીને
રૂ. 25,000નો લમ્પ-સમ બેનિફિટ મળશે. પરંપરાગત પોલિસીઓ સામે આ કવચના લાભમાં હોસ્પિટલમાં ફરજિયાત દાખલ થઈને સારવાર ન લેવાની સુવિધા સામેલ છે, જે વીમાધારકને પોઝિટિવ ટેસ્ટના કેસમાં 100 ટકા વીમાકૃત રકમના વળતરની સુવિધા આપે છે. યસ બેંકમાં ડિપોઝિટ બુક કરાવનાર એફડીધારકને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા વીમાનું સર્ટિફિકેટ આપવામાં આવશે અને બેંક આ ગ્રાહકો વતી એક વર્ષ માટે પ્રીમિયમની ચુકવણી કરશે. ગ્રાહકો તેમની એફડીની સામે ફક્ત એક વીમાકવચ મેળવી શકે છે, પછી ભલે એકથી વધારે એફડી બુક કરે.

ત્રણ મહિનાથી લઈને 60 વર્ષ વચ્ચેની વય ધરાવતા તમામ રહેવાસી ખાતાધારકો નવી એફડી ડિજિટલી બુક કરાવી શકે છે, એ પણ પોતાના ઘરેથી સુવિધાજનક રીતે અથવા તેમના રિલેશનશિપ મેનેજર કે બ્રાન્ચ સર્વિસ ટીમનો કોન્ટેક્ટ કરીને બુક કરાવી શકે છે.

આ અનિશ્ચિત સમયગાળા દરમિયાન ગ્રાહકોને ટેકો આપવાની બેંકની પ્રતિબદ્ધતાને અનુરૂપ યસ બેંકે તાજેતરમાં કોવિડ-19 પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ કવર લોંચ કર્યુ હતું, જે સ્વૈચ્છિક બેનિફિટ પોલિસી છે, જે યસ બેંકના ગ્રાહકોને રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે પાર્ટનરશિપમાં ગ્રૂપ કવર સ્વરૂપે ઓફર થાય છે. બેંકને ગ્રાહકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે તથા સરકાર અને હેલ્થ ઓથોરિટીઓ ગ્રાહકો અને સમુદાયોને કામ આપવાનું જાળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.