Western Times News

Gujarati News

અમદાવાદ ફરી ધબકતુ થયુ વેપાર-ધંધા સહિતના રોજગાર શરૂ

અમદાવાદ, શહેર આજથી ફરી એક વખત ધબકતું થયું છે. આજથી શહેરમાં તમામ વેપાર- ધંધા-ઓફિસો, બસ સેવા સહિત તમામ રોજગાર ધંધા શરૂ થતાં અમદાવાદ ફરી એકવાર પહેલા જેવું જોવા મળી રહ્યું છે.  આજે સવારથી જ એએમટીએસ બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ગઈ હતી. લોકો રોડ પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બંને સાથે શહેરજનો કામે વળગતા અલગ જ ચિત્ર અમદાવાદનું જોવા મળ્યું છે.નાગરિકોએ પણ હર્ષની લાગણી વ્યકત કરી હતી કન્ટેનમેન્ટ ઝોન સિવાય બસ સેવાઓ ૫૦ ટકા કેપેસિટી સાથે દોડતી થઈ છે.એસટી બસમાં પણ ૬૦ ટકા લોકો જ બેસે તેવી વ્યવસ્થા કરી બસ શરૂ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.