Western Times News

Gujarati News

અમદાવાદ મનપાએ રાજસ્થાન હોસ્પિટલ ને શો-કોઝ નોટિસ ફટકારી

અમદાવાદ (દેવેન્દ્ર શાહ): અમદાવાદમાં કોરોનાના કેસ અને મરણ વધી રહ્યા છે તેમ છતાં કેટલીક ખાનગી હોસ્પિટલો ઘ્વારા દર્દીઓની સારવારને લઈને ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.જેના પરિણામે, દર્દીએ જીવ ગુમાવ્યા હોવાના પણ કિસ્સા બહાર આવી રહયા છે. આવા જ કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રાજસ્થાન હોસ્પિટલ ને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે

આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ગત મનપાએ એપેડમીક એકટ અંતર્ગત રાજસ્થાન હોસ્પિટલને નોટિસ આપી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એમ.ઓ.યુ.થયા બાદ હોસ્પિટલ તરફથી 50 ટકા બેડ કોરોના માટે ફાળવવામાં આવ્યા નહતા તેમજ હોસ્પિટલ સ્ટાફની લાપરવાહીના કારણે કોરોનાના દર્દીએ જીવ ગુમાવ્યો હતી. ગત 18 જૂને લાઈફ કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડતા તેમને રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. ડે. હેલ્થ ઓફિસર અને લાઈફકેરના તબીબોએ આ અંગે રાજસ્થાન હોસ્પિટલના તબીબો સાથે વાત પણ કરી હતી.

તેમ છતાં ફરજ પરના સ્ટાફે સમયસર દરવાજો ન ખોલતા દર્દીનું મૃત્યુ થયું હતું. મૃતકના પરીવારજનોએ આ મામલે હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આ ઘટનાની તપાસ દરમ્યાન આક્ષેપો સાચા હોવાનું સાબિત થયું હતું. તેથી એપેડમીક એકટ મુજબ હોસ્પિટલના 8 હોદ્દેદારો અને અન્ય 24 ટ્રસ્ટઓ મળી કુલ 32 લોકોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલની લાપરવાહી ના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેથી હોસ્પિટલને માત્ર દંડ કરીને સંતોષ માનવામાં ન આવે તે જરૂરી છે.હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ કરીને તેનું “સી” ફોર્મ રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.